રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ આજરોજ ડાંગ જીલ્લાની મુલાકાત
રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ આજરોજ ડાંગ જીલ્લાની મુલાકાત
મંત્રીશ્રી એ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લઈ , મનકી બાત કાર્યક્રમ નિહાળ્યો
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરથી આગામી તા. ૧૫ મી ઓક્ટોબર-૨૦૨૩ સુધી ‘સ્વચ્છતા હી સેવા’ ના વિશેષ કાર્યક્રમો આયોજિત કરાયા છે. જે મુજબ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણેય તાલુકાઓ આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે કાર્યક્રમ મુજબ આહવા ખાતે રાજ્યના આદિજાતી વિકાસ અને ડાંગ જીલ્લા પ્રભારી કુંવરજીભાઈ હળપતિ આજરોજ ડાંગ જિલાના વિવિધ સ્થળોએ ચાલતા સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ સાફસફાઈ કરી હતી, અને રેલીમાં ભાગ લીધો હતો. આ સાથે ડાંગ જીલ્લા સંગઠન કાર્યકરો સાથે બેસી ને પ્રધાનમંત્રીશ્રી ના લોકપ્રિય કાર્યક્રમ મનકી બાત નિહાળ્યો હતો. ત્યારબાદ રવિવારના રજાના દિવસે પણ ડાંગ જીલ્લાના અધિકારીઓ સાથે જીલ્લાના વિકાસ કામો અને પ્રશ્નોને લઈને સંકલન બેઠક કરી યોગ્ય માર્ગ દર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ પાર્ટીના સક્રિય કાર્યકર એવા સમાજિક આગેવાન ના નિવાસ સ્થાને જઈ રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. મંત્રીશ્રી સાથે ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, જીલ્લા મહામંત્રી રાજેશ ગામીત, હિરીરામ સાવંત, જીલ્લા પંચાયત પ્રમુખ નિર્મલાબેન ગાઈન સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Comments
Post a Comment