ડાંગ ભાજપા પાર્ટી દ્વારા મેન્ડેટ પ્રમાણે નામોની ઘોષણા કરવામાં આવી
ડાંગ ભાજપા પાર્ટી દ્વારા મેન્ડેટ પ્રમાણે નામોની ઘોષણા કરવામાં આવી
આગામી જિલ્લા પંચાયત તથા પંચાયતની બીજી ટર્મ માટે પ્રમુખ તથા ઉપપ્રમુખની પસંદગી બાબતે ડાંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ ની ઘોષણા કરવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં ટર્મ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત, આહવા તાલુકા પંચાયત, વઘઈ તાલુકા પંચાયત, સુબીર તાલુકા પંચાયતની આગામી ટર્મ માટે પ્રમુખ તથા ઉપપ્રમુખની પસંદગી બાબતે મેન્ડેટ પ્રમાણે નામ જાહેર કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લા ભાજપ તરફથી પ્રભારી રાજેશ દેસાઈ તથા પ્રમુખ દ્વારા મેન્ડેટ પ્રમાણે ઘોષણા કરવામાં આવી હતી.
જેમાં ડાંગ જિલ્લા પંચાયત માં ભાજપ તરફથી પ્રમુખ પદે નિર્મળા એસ. ગાઈન તથા ઉપપ્રમુખ તરીકે ભરત ભીખુ ભોયે ના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ આહવા તાલુકા પંચાયત માં પ્રમુખ તરીકે સુરેશ એમ.ચૌધરી તથા ઉપપ્રમુખ તરીકે કમલેશ એમ. વાઘમારે, વઘઈ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ચંદર એમ. ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે વનિતા કૈલાશ ભોયે અને સુબીર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રવિના એસ.ગાવીત તથા ઉપપ્રમુખ તરીકે રઘુનાથ કે. સાવળેની ઘોષણા કરવામાં આવી હતી.
Comments
Post a Comment