ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મ દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી...

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મ દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ગુજરાતની પવિત્ર ધરાના પનોતા પુત્ર, દેશના લોકલાડીલા હૃદય સમ્રાટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ડાંગ જિલ્લામાં ઠેરઠેર ભવ્ય ઉજવણી સાથે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ડાંગ ભાજપ સંગઠન દ્વારા હર્ષભેર ઉજવણી સાથે લાભાર્થી સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સંમેલનમાં લાભાર્થીઓએ વડાપ્રધાનના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી સાથે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ડાંગ ભાજપના નેતાઓ, આગેવાનો સહીત મહિલા કાર્યકરો, યુવા મોરચા દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને ફળ ફળાદી વિતરણ કરવામાં આવ્યા હતા 
આજના આ કાર્યક્રમમાં  ડાંગ જિલ્લાના ધારાસભ્ય સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, માજી પ્રમુખ મંગળભાઈ ગાવીત,નવા નિમાયેલા પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ઉપ પ્રમુખ ભરત ભોયે, ભાજપ સંગઠન ના પ્રમુખ, કિશોરભાઈ ગાવિત, મહામંત્રી હરિરામ‌ સાવંત, દિનેશભાઈ ભોયે, ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ - ઉપપ્રમુખ, યુવા મોરચો, મહિલા મોરચો, લાભાર્થીઓ, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...