ડાંગ જિલ્લા પંચાયત અને ૦૩ તાલુકા પંચાયત ના નવા હોદ્દેદારો નિમવા માટે ભાજપ ના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ

ડાંગ જિલ્લા પંચાયત અને ૦૩ તાલુકા પંચાયત ના નવા હોદ્દેદારો નિમવા માટે ભાજપ ના નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ડાંગ જિલ્લા પંચાયત અને ૦૩ તાલુકા પંચાયત ની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે આગામી સમયમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. જેના અનુસંધાને આજે આહવા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કક્ષાએથી આવેલા ભાજપના નિરિક્ષક શ્રી લલિતભાઈ વેકરીયા,શ્રી કનકભાઈ બારોટ , શ્રીમતિ મયુરીબેન જાદવ નુ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિતે પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ત્યાર બાદ પ્રદેશ નિરિક્ષકો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખના દાવેદાર ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષ નેતા, દંડક માટે સેન્સ લેવા તમામ તાલુકા પંચાયતના હોદ્દેદારો સાથે  સાથે વાતચીત કરી સેન્સ પ્રક્રીયા યોજાઈ.હતી 
આ સેન્સ પ્રક્રીયામાં મોટી સંખ્યામાં ઉમેદવારો તેમજ જિલ્લાના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ડાંગ જિલ્લા પંચાયત અને ૦૩ તાલુકા પંચાયતોમાં હાલ ભાજપનું શાસન છે. ત્યારે પ્રમુખપદના દાવેદારોએ પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. તાલુકા વાઇઝ આયોજન પ્રમાણે ડાંગ જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતના આગેવાનો આ સેન્સ પ્રક્રિયામાં હાજર રહી નિરીક્ષકો સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.આ સેન્સ પ્રક્રિયા માં નાયબ દંડક અને ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત મહામંત્રી શ્રી રાજુભાઈ ગામીત, હરીરામ સાવંત, દિનેશભાઈ ભોયે તેમજ સંગઠનના હોદ્દેદારો, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી ઓ, તેમજ તાલુકા પંચાયતના આહવા, સુબીર, વઘઈ  સદસ્યઓ  જીલ્લા સંગઠનના માજી પ્રમુખશ્રી રમેશભાઈ ચૌધરી,દશરથભાઈ પવાર, બાબુરાવ ચૌયૉ, સહિત તમામ હોદ્દેદારો સાથે પરામર્શ કરી નવા પ્રમુખ,ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન,શાસક પક્ષ નેતા તથા દંડકની નિયુક્તિ માટે અભિપ્રાય લેવાઈ હતા, ત્યારબાદ જિલ્લા સંકલન અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવરચના નો નિર્ણય લેવાશે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...