વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોગનો કાર્યક્રમ યોજાયો..
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોગનો કાર્યક્રમ યોજાયો
તા.૧૭/૯/૨૦૨૩ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા, ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોગનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
જેમા ૨૭૦ જેટલા યોગ સાધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સૂર્ય નમસ્કાર, આસનો, પ્રાણાયામ, યોગાના કાર્યક્રમો કરવામા આવ્યા હતા. તેમજ યોગ કેવી રીતે કરાય, આસનો કેવી રીતે કરાય, અને પ્રાણાયામ કેવી રીતે કરાય તે માટે યોગ વિશેની માહિતી આપવામા આવી હતી.
આ કાર્યક્રમમા યોગ કોચ શ્રીમતી સરિતાબેને યોગ પ્રાણાયામ કરીને આસનો કરાવ્યા હતા. તેમજ શ્રીમતી સુમનબેન ગાયકવાડે સૂર્ય નમસ્કાર કરાવ્યા હતા.
કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે શ્રી જીગરભાઈ નાયક, વનરાજભાઈ નાયક, શ્રીમતી કવિતાબેન, શ્રી કમલેશ પત્રેકર, પ્રજાપિતા બ્રહ્માકુમારીના બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રીમતી નેહાબેન કાપડિયા અને આભાર વિધિ યોગકોચ શ્રી છગનભાઈ ચોર્યા દ્વારા કરવામાં આવી હતી.
Comments
Post a Comment