Posts

Showing posts from September, 2021

બોર્ડર સિક્યુરિટી ફોર્સના ૧૦૦ જવાનોની જમ્મુ (ઓક્ટ્રોય)થી દાંડી સુધીની સાયકલયાત્રા સુરત જિલ્લામાં આવી પહોંચી...

Image
સ્થાનિક અગ્રણીઓ અને નગરજનોએ ઉમળકાભેર સ્વાગત કરી જવાનોનો ઉત્સાહ વધાર્યો... દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે 'આઝાદીનો અમૃત મહોત્સવ' દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે મા ભોમની સરહદોની સુરક્ષા માટે દિવસ-રાત  ખડેપગે ફરજ નિભાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ૧૦૦ જવાનોએ જમ્મુ (ઑક્ટ્રોય)થી નવસારીના દાંડી સુધીની ૧૯૯૩ કિમીની સાયકલયાત્રા યોજી છે, જે બીજી ઓક્ટોબર-ગાંધી જયંતી- વિશ્વ અહિંસા દિને નવસારીના દાંડી આવી પહોંચી... રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ભાવાંજલિ આપશે. BSFના જવાનોની સાયકલયાત્રા આજરોજ સુરત જિલ્લાના કોસંબા ખાતે પ્રવેશી હતી. જેનું સ્થાનિક અગ્રણીઓ અને નગરજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સાયકલ યાત્રા પંજાબ, રાજસ્થાન થઈને ગુજરાતમાં તેમજ આજે સુરત જિલ્લામાં આવી પહોંચતા લોકોએ જવાનોને ઉમંગભેર વધાવ્યા હતાં. સચિન ખાતે પણ આગેવાનો- નગરજનોએ યાત્રાનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સાયકલયાત્રી જવાનો સચિનથી નવસારીના દાંડી તરફ જવા રવાના થયા હતાં.              યાત્રામાં સામેલ બીએસએફના કમાન્ડન્ટ સરબજિત સિંઘ...

ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય, નવી દિલ્હી પ્રેરિત ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે ઓલપાડ ખાતે તાલુકાકક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધા યોજાઇ..

Image
વિશ્વનાં ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મૂલ્યો અને આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતીય છે. ગુરુ તેગ બહાદુરની જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા વિવિધ સર્જનાત્મક લેખન સ્પર્ધાનું આયોજન કરવાનું એક પત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ છે... આ સ્પર્ધા ધોરણ- 6 થી 12 નાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્તરે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ યોજાનાર છે. બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા આ સંદર્ભે તાલુકાકક્ષાની સર્જનાત્મક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન અત્રેના બીઆરસી ભવન હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા 11 વિદ્યાર્થીઓએ સહર્ષ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં ધોરણ- 6 થી 12 નાં 2666 જેટલાં વિદ્યાર્થીઓએ જ્યારે ક્લસ્ટર કક્ષાએ 33 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી 1. ગુરુ તેગ બહાદુરનાં બાળપણનાં અનુભવો, 2. ગુરુ તેગ બહાદુરનાં જીવનની ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિક...

સુરત સિવિલના ગાયનેક અને સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરીને એક સાથે કુલ 11 કિલોની બે ગાંઠો બહાર કાઢી..

Image
ઉમરપાડાની આદિવાસી મહિલાના ગર્ભાશયની 8 કિલો અને અંડાશયની 3 કિલોની જમ્બો ગાંઠની સફળ સર્જરી કરતી નવી સિવિલની ટીમ... સિવિલની ટીમે જટિલ શસ્ત્રક્રિયા કરીને મહિલાને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી... ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી 3.50 લાખ થાય એમ હતી, એ નવી સિવિલમાં નિ:શુલ્ક થતાં વસાવા પરિવાર ખુશખુશાલ.. સુરત નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક અને સર્જરી વિભાગના તબીબોએ અઢી કલાક ઓપરેશન કરીને સુરત જિલ્લાના ઉમરપાડાની આદિવાસી મહિલાના ગર્ભાશયની 8  કિલો અને અંડાશયની 3 કિલોની જમ્બો ગાંઠને બહાર કાઢી અસહ્ય પીડામાંથી મુક્તિ આપી છે. જવલ્લે જ જોવા મળે એવી ભારે વજનની એક સાથે બે ગાંઠોને જટિલ શસ્ત્રક્રિયા દ્વારા બહાર કાઢીને તબીબોએ મહિલાને નવજીવન આપ્યું છે. ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ લલિતાબેનના પરિવારની સાથોસાથ ગાયનેક અને સર્જરી વિભાગના તબીબો-ઍનેસ્થેટિસ્ટ્સની સમગ્ર ટીમની ખુશી મ્હાતી ન હતી. ખાનગી હોસ્પિટલમાં જે સર્જરી રૂ. 3.50 લાખમાં થાય એમ હતી, એ નવી સિવિલમાં નિ:શુલ્ક થતાં વસાવા પરિવાર ખુશખુશાલ બન્યો હતો.  ઉમરપાડામાં રહેતાં 40 વર્ષીય લલિતાબેન શંકરભાઈ વસાવાને છેલ...

માંડવી ખાતે પ્રાકૃતિક ખેતી, શાકભાજીની વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ અને પોષણયુક્ત આહાર અંગે કિસાનગોષ્ઠી યોજાઈ...

Image
૧૦૯ ખેડૂતોએ ભાગ લઈને વૈજ્ઞાનિક કૃષિ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું... કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લાના માંડવી રાઈસમિલ ખાતે કિસાનગોષ્ઠી યોજાઈ હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક/ જૈવિક ખેતી, શાકભાજીની વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ, હવામાન તથા પોષણયુક્ત આહાર અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ ગોષ્ઠીમાં ૧૦૯ ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો....   કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. જે. એચ. રાઠોડે વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિને પ્રાકૃતિક ખેતી સાથે જોડીને જમીનની તંદુરસ્તી સુધારવા તથા વધુ ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું....  આ કાર્યક્રમમાં ડિજીટલ માધ્યમથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર અને છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી ભૂપેશ બઘેલ દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન અપાયું હતું. નવી દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૫ નવી પાકની જાતોને બહાલી તથા ચાર કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમજ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહસૂચન પ્રમાણે ખેતી કરવાનો અનુર...

ડાંગ જિલ્લામા આજે ‘ વેક્સીનેસન’ બાબતે યોજાશે “મેગા ડ્રાઈવ”...

Image
૧૩૨ કેન્દ્રો ઉપર વિનામુલ્યે ‘કોરોના વિરોધી રસી’ અપાશે... જિલ્લાના “ નોડલ ઓફિસરો ” સતત ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરશે.. ગત તારીખ ૧૭ મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લામા યોજાયેલી વેકસિનેસન બાબતની મેગા ડ્રાઈવની જેમ, આજે એટલે કે તા.૨૮મી સપ્ટેમ્બરે પણ જિલ્લામા ૧૩૨ સ્થળોએ ‘વેકસિન’ માટેની ‘મેગા ડ્રાઈવ’ આયોજિત કરવામા આવી છે. ‘કોરોના રસીકરણ’ બાબતે પ્રજાજનોમા વ્યાપક જાગૃતિ કેળવી તેમને, અને તેમના પરિવારજનોને ‘કોરોના’ જેવી ઘાતક બિમારીથી સુરક્ષિત કરવાના ભાગરૂપે સંબંધિત ‘મેગા ડ્રાઈવ’ અંતર્ગત ગામની આશા, આંગણવાડી વર્કર, શિક્ષકો અને આરોગ્યના કર્મચારીઓ ઘરેઘર ફરીને, વેક્સિનથી વંચિત રહી ગયેલા લોકોને રસી આપશે. ડાંગ જિલ્લામા રસીકરણ બાબતે કેટલીક ગેરમાન્યતાઓ તથા અંધશ્રધ્ધા પ્રવર્તતી હોય, પ્રજાજનોમા એક છુપો ભય દેખાય રહ્યો છે. જેની સાચી સમજ અને જાણકારી આપી, કોરોનાથી સુરક્ષિત કરવાની આ ઝુંબેશ છે. તેમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ, જિલ્લાના નોડલ ઓફિસરોને ‘રસીકરણ’ બાબતે અપપ્રચાર કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ સૂચના આપી છે. છેલ્લા દોઢેક માસથી ‘રસીકર...

મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ભદરપાડા અને ધાંગડી ગામે યોજાઇ ‘રાત્રી સભા’..

Image
ગ્રામજનોને કોરોના વેક્સિન બાબતે માર્ગદર્શન અપાયુ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના અંતરિયાળ અને છેક છેવાડે આવેલ ગામો ભદરપાડા તથા ધાંગડી ગામે વેક્સિનેશન બાબતે ખાસ ‘રાત્રી સભા’ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કરવામા આવી હતી. સો ટકા વેક્સિનેશન બાબતે પ્રતિબધ્ધ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓને જુદાજુદા ગામો દત્તક આપીને ત્યાં સો ટકા વેક્સિનેશન માટે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા એ આ અધિકારીઓને કામે લગાડ્યા છે.  જેના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.સી.ભુસારા ને પણ ડાંગ જિલ્લાના સાકરપાતળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના ભદરપાડા અને ધાંગડી જેવા ગામોની ફાળવણી કરવામા આવી છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા આ છેવાડાના ગામે તાજતેરમા સ્થાનિક અગ્રણી શ્રી કિશોરભાઈ પટેલના સહયોગથી ખાસ ‘રાત્રી સભા’ નુ આયોજન કરીને, ગ્રામજનોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.  વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભુસારાએ જણાવ્યુ હતુ કે, દિવસ દરમિયાન ખેતી, પશુપાલન, ઘરકામ તથા રોજગારી અર્થે બહાર જતા ગ્રામજનો એક સાથે એકત્ર થઇ શકતા નથી. જેથી તેઓના પો...

માત્ર ગુટખા ના ઝગડામાં પતિ એ પત્નીને ઉતારી મોત...

Image
સુરત જિલ્લાના મહુવા ખાતે ગુટખા ખાવાની બાબતે પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડાએ મોટું સ્વરૂપ લેતા પતિએ પત્નીને લાકડીથી માર મારતા પત્નીનું મોત નિપજતા મહુવા પોલીસ ફરિયાદ નોંધાતા મહુવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો આ બનાવ સાથે જ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે  બનાવની વિગત એવી છે કે મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લામાં સેવા ગામે રહેતા ચંપકભાઈ રાજુભાઈ વસાવે પોતાની પત્નિ મમતાબેન વસાવ સાથે છેલ્લા ત્રણ વર્ષથી મહુવા ટાઉનમાં જુના પુલના નાકે આવેલ નીલા પાર્કના ક્વાર્ટસમા રહી બાગની દેખરેખ રાખી મજૂરી કામ કરતા હતા.પતિ ચંપકભાઈ વસાવેને ગુટખા ખાવાની ટેવ હોય અને તે ગુટખા ખાઈ ઘરના તેમજ આજુબાજુ થુકીને ગંદકી કરતો હોય જે બાબત તેમની પત્નિ મમતાબેનને પસંદ ન હોય જેથી બંને પતિ પત્નિ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી . પતિ ચંપકભાઈ ગુટખા ખાઈ ઘરની આજુબાજુ ચુકતા પત્નિએ ઘરની આજુબાજુ થુકવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જેથી પતિ ચંપકભાઈ વસાવે અચાનક ઉશ્કેરાય ગયા હતા અને 25 વર્ષીય પનિ મમતાબેન વસાવેને વાંસની લીલી સોટી વડે શરીરે માર મારી મૂંઢ ગંભીર ઈજાઓ પોહનચાડી હતી.યુવાન પત્નિને ગંભીર ઈજાઓ પહો...

બારડોલીના તાજપોર નજીક રાઇસમિલના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદે બાયોડિઝલનું નેટવર્ક ઝડપાયું...

Image
બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં આવેલી અમીધારા રાઈસમિલના કમ્પાઉન્ડમાંથી સુરત જિલ્લા એલ.સી.બી.એ શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 13 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.  સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમને  જિલ્લામાં ચાલી રહેલ બાયોડિઝલનો ગેરકાયદે વેપલો અટકાવવા માટે અલગ અલગ વાહનોમાં બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલી નવસારી રોડ પર તાજપોર ગામની સીમમાં આવેલ અમીધારા રાઈસમિલના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલ જેવું હલકી કક્ષાનું જ્વલનશીલ પ્રવાહી લોખંડની ટાંકીમાં રાખી વાહનોમાં ભરી વેચાણ કરે છે અને હાલમાં પણ તે ચાલુ જ છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાં એક ટ્રક પાર્ક કરેલ હતી અને તેની ડીઝલ ટેન્ક પાસે ત્રણ ઈસમો ઉભેલા હતા. પોલીસે ત્રણેયને પકડી લીધા હતા. પૂછપરછમાં તેઓ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ વેચી રહ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સ્થળ પરથી મનોજ મૂળજી પ્રજાપતિ (રહે લેકસીટી, બાબેન, તા. બારડોલી), ગૌતમ પરશુરામ મંડી...

આહવા તાલુકાના નાંદનપેડા ગામે રસીની જાણકારી લેવા માટેગ્રામજનો ઉમટ્યા...

Image
ડાંગ જિલ્લાના પ્રજાજનોને કોરોના વિરોધી રસી આપીને, સુરક્ષિત કરવાના ભાગરૂપે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત આહવા તાલુકાના નાંદનપેડા ગામે વ્યાપક લોકજાગૃતિ કેળવવામા આવી રહી છે... જિલ્લા કલેકટર શ્રી ભાવિન પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે ગાઢવી પી.એચ.સી. હેઠળના નાંદનપેડા ગામે વિશેષ ડ્રાઇવ આયોજિત કરીને, ગ્રામીણજનોને રસી બાબતે સાચી સમજ અને જાણકારી આપવાનુ કાર્ય આરંભ્યુ છે.  વ્યાપક લોકજાગૃતિના સથવારે પરિણામલક્ષી કામગીરી હાથ ધરતા આરોગ્ય તંત્રે, પાડોશી સુરત જિલ્લાના કરચેલીયાના ખ્યાતિપ્રાપ્ત તબીબશ્રી ડો.નઈમ મન્સુરીની વિશેષ સેવા લઈને, બહુલ મુસ્લિમ સમાજની વસતિ ધરાવતા વિસ્તારમા વ્યાપક જનચેતના જગાવી હતી... રસીના લાભાલાભ વર્ણવતા ડો.મન્સૂરી સહિત ગાઢવીના આયુષ તબીબ ડો.પ્રિયંકા પટેલ, RBSK ના તબીબ ડો.ઇર્ષાદ વાણી, CHO શ્રી નદીમ પઠાણ, MPHW શ્રી સાજીદ શેખ, FHW પ્રીતિ, તથા ગામની આશા સહિત અગ્રણી ગ્રામજનોના સહિયારા પ્રયાસોના અહીં ફળદાયી પરિણામો મળવા પામ્યા છે. ગાઢવી પી.એચ.સી. હેઠળના નાંદનપેડા ગામે ૪૫ થી ૫૯ વર્ષની વયજુથ ના ...

માલણમાં મધરાતે દારૂ ભરી આવી રહેલ પીક અપ ડાલું પલટી ખાઇ ગયુ : બુટલેગર ફરાર...

Image
પાલનપુર તાલુકાના માલણ ગામે કુંપર તરફ જવાના માર્ગ પર ચાર રસ્તા પાસે દારૂ ભરી જઈ રહેલ પીકઅપ ડાલુ અગમ્ય કારણોસર પલ્ટી ખાઈ જતાં ડ્રાઈવર ડાલું મૂકી ત્યાંથી ભાગી છુટ્યો હતો. બનાવની જાણ પોલીસને થતાં પાલનપુર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મુદ્દામાલ કબ્જે લીધો હતો માલણ ગામે કુંપર ગામ જવાના રસ્તા પર ચોકડી પાસે રાત્રિના અઢી વાગ્યાના સુમારે દારૂ ભરી આવી રહેલ એક પીકઅપ ડાલાના ચાલકે અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ડાલુ પલ્ટી ખાઈ ગયું હતું. આથી રસ્તા પર દારૂની પેટીઓ ખડકાઈ ગઇ હતી અને રસ્તા પર જ દારૂની પણ રેલમછેલ થઈ જવા પામી હતી. પાલનપુર તાલુકા પોલીસને થતાં તાલુકા પી.એસ.આઇ બી.આર.પટેલ તથા તેમની ટીમ તાત્કાલિક માલણ ગામે દોડી આવી હતી અને પીકઅપ ડાલામાંથી ઇંગ્લીશ દારૂની બોટલ- ૨૩૯૫ કિંમત રૂ.૧૧,૯૭,૫૦૦ નો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલ પીકઅપ ડાલાના ચાલકને શોધી લેવા વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી-માળિયા હાઈવે પર કાર બંધ ટ્રેલર પાછળ ઘૂસી જતા પાંચના મોત..

Image
કારચાલકે કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો, પોલીસે તપાસ હાથ ધરી.. મોરબી હાઈવે ઉપર ગુરુવારે પરોઢીયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બંધ ટ્રેલરની પાછળ કાર ઘડાકાભેર ઘૂસી જતા પાંચ લોકોના મોત થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળિયા હાઈવે ઉપર ટીંબડી નજીક એક કાર રોડની બાજુમાં પાર્ક કરાયેલા ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી અને પાંચ લોકોના મોત થયા હતા. કારમાં સવાર પાંચ લોકો માળિયાથી મોરબી તરફ જઈ રહ્યા હતા. ડેપ્યુટી એસપી રાધિકા ભારાઈએ માહિતી આપતા જણાવ્યું કે, કારના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં ઉભેલા બંધ ટ્રેલર પાછળ ઘૂસી ગઈ હતી અને પાંચ શખ્સોના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. મોરબી તાલુકા પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી હોવાનું તેમણે જણાવ્યું હતું. મૃતકોની ઓળખ આનંદ શેખાવત, તારાચંદ બરાલા, અશોક બિલેડા, વિજેન્દ્ર સિંહ અને પવન મિસ્ત્રી તરીકે થઈ છે. કાર કોણ ચલાવી રહ્યું હતું તે જાણી શકાયું નથી.  પ્રાથમિક વિગતો મુજબ આ તમામ શખ્સો મોરબીમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ મૂળ રાજસ્થાનના વતની હતા તેમ પોલીસે...

ઉજ્જીવન બેંકે કોવિડ-૧૯ હોસ્પિટલને ઓક્સિજન સિલિન્ડર સહિત ૧૧ જેટલી વિવિધ આરોગ્યલક્ષી ઉપકરણોની ભેટ આપી સામાજિક જવાબદારી નિભાવી..

Image
સુરતની ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકની પરવત ગામ શાખાની અનુકરણીય પહેલ... આરોગ્યલક્ષી ઉપકરણો પૂરા પાડીને ઉજ્જીવન બેન્કે સાચા અર્થમાં સામાજિક જવાબદારી નિભાવી: ડૉ.સાજિદ શેખ.. કોરોનાની સંભવતઃ આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ સુરતના કોવિડ-૧૯ દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તે માટે CSR પ્રોજેક્ટના ભાગરૂપે ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક, પર્વત ગામ શાખા દ્વારા મિર્ઝા ગાલિબ ઉર્દુ શાળા સ્થિત એમ.વાય. હોસ્પિટલ અને કોવિડ સેન્ટરને ઓક્સિજન સિલિન્ડર સહિત કુલ ૧૧ આરોગ્ય-સંસાધનોની ભેટ આપવામાં આવી હતી. બેન્કના ટીમ લીડરશ્રી ધર્મેન્દ્ર પ્રજાપતિ, એરિયા મેનેજરશ્રી રાજેશ ખેડેકર અને પરાગ સુરતવાલા તેમજ મુખ્ય અતિથિ LDM શ્રી રસિક જેઠવાના હસ્તે ડો.સાજિદ શેખને આરોગ્યલક્ષી ઉપકરણો અર્પણ કરાયા હતાં... શ્રી પરાગ સુરતવાલા અને ધર્મેન્દ્ર પ્રજાપતિએ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, સુરતના એમ.વાય. હોસ્પિટલ અને કોવિડ સેન્ટરને સામાજિક જવાબદારી-CSR અંતર્ગત કુલ ૧૧ જેટલી વિવિધ આરોગ્યલક્ષી વસ્તુઓ પૂરી પાડીને દરદીઓને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તેવો પ્રયાસ કર...

રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું...

Image
સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષિત થતાં અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરાયું છે.  જે અંતર્ગત ‘‘પોષણ માસ’’ તરીકે ઉજવણી તરીકે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી ગામે કોમ્યુનિટી હોલ ખાતે સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને વેદાંતા કંપનીના સી.એસ.આર. હેઠળ ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બસોનો સમય બદલતા વિદ્યાર્થીઓને પડી રહી છે મુશ્કેલી...

Image
બારડોલી ડેપો દ્વારા મનમરજી મુજબ બસોનું સંચાલન થતું હોય શાળા કોલેજના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલીની છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કોલેજ આવવા જવા માટે સમયસર બસો ફાળવવાની માગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર બારડોલી કોલેજમાં મહુવા તાલુકાનાં અનાવલ, વલવાડા, વહેવલ, ઉમરા, પુના, કરચેલીયા, કાછલ તથા બૌધાન, મોરદેવી વગેરે જેવા ગામો તરફ જતી બસોનો સમય બદલી નાખવામાં આવતા વિદ્યાર્થીઓને આવવા જવામાં મુશ્કેલી પડી રહી છે.  કોરોના સમય પહેલા યોગ્ય રીતે બસોનું સંચાલન થતું હતું પરંતુ ઘણા લાંબા સમયથી આ રૂટોની બસ અનિયમિત ચાલતી હોય નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આથી સમયસર અને યોગ્ય સમયે બસો ચલાવવાની માગ સાથે વિદ્યાર્થીઓએ બારડોલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

‘‘પોષણ માસ’’અંતર્ગત ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે સગર્ભા,ધાત્રી માતાઓ માટે 'સંવેદના દિન-સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો...

Image
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષણ નાબૂદી એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની ‘‘પોષણ માસ’’ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે 'સંવેદના દિન-સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુપોષિત માતાની ઓળખ કરીને તેઓને પોષણયુકત આહાર વિશે જાણકારી આપવાની સાથે ધાત્રી માતાઓને પોષણકીટ એનાયત કરાઈ હતી. આ વેળાએ મહિલાઓએ પોષણયુક્ત વાનગી સ્પર્ધામાં ભાગ લઈને પોષકતત્વોથી સભર વાનગી બનાવીને રજૂ કરી હતી.               આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, જિલ્લા પંચાયતના મહિલા બાળ યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ નયનાબેન સોલંકી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન, વ્યાખ્યાતા મનીષાબેન, હેમાલીબેન, રાધિકાબેન, ડો. રવિનાબેને ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

સુરતની એસ.&એસ.એસ. ગાંધી કોલેજના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની 'મિકેનિકલ એન્જિનીયરિંગ કેડ સ્પર્ધા'માં દ્રિતીય ક્રમાંક મેળવ્યો...

Image
કેન્દ્ર સરકારના 'સ્કીલ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન આયોજિત રાજ્યકક્ષાની 'મિકેનિકલ એન્જિનીયરિંગ કેડ' સ્પર્ધામાં સુરતની એસ.&એસ.એસ. ગાંધી કોલેજના વિદ્યાર્થી દિપક શિવરામભાઈ પોલએ દ્રિતીય ક્રમાંક મેળવીને સુરત અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.  તા.૨૮મી ઓગસ્ટના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોનમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૨૦ જેટલી સ્કીલ સ્પર્ધાઓ યોજાઈ હતી. રાજ્યમાં પ્રિ-સ્ક્રીનીંગ રાઉન્ડમાં ૨૦૦ જેટલા સ્પર્ધકો પસંદગી પામ્યા હતાં. જેમણે આગળની ઝોનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પૈકી ૨૦૦ માંથી ૨ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોનમાંથી પ્રતિ ઝોન ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૮ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા માટે ક્વોલીફાઈ થયાં હતાં. મૂળ મહારાષ્ટ્રના પૂણેના વતની અને સુરતમાં ગાંધી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમાનો અભ્યાસ કરતાં દિપક પોલે જણાવ્યું હતું કે, એસ.&એસ.એસ ગાંધી સંચાલિત કેડ સેન્ટરમાં યુવાનોમાં એન્જિનીયરિંગ સિવાયની સુષુપ્ત શક્તિઓને ઉજા...

વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ શાહના પરિવારે તેમના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું...

Image
સુરતથી ડોનેટ લાઈફ દ્વારા પૂર્વ ભારતમાં આંતરરાજ્ય ફેફસાં દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના કલકત્તામાં ફેફસાંનું સૌ પ્રથમ વખત ટ્રાન્સપ્લાન્ટ કરાયું: સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસા દાન કરાવવાની દસમી ઘટના  ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની પાંચમી ઘટના સુરતથી કલકત્તાનું ૧૬૨૫ કિ.મીનું અંતર ૧૯૦ મિનીટમાં કાપીને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાના રહેવાસી ૪૬ વર્ષીય વ્યક્તિમાં કરાયું  કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC માં કરવામાં આવ્યું.  સુરત શહેરે અંગદાનક્ષેત્રે સમગ્ર દેશમાં ડંકો વગાડયો છે. વૈષ્ણવ સુરતી વિશા ખડાયતા સમાજના બ્રેઈનડેડ મનીષ પ્રવિણચંદ્ર શાહના પરિવારે તેમના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.  શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા મનીષભાઈને તા.૧૬મી સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી. તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સ...