‘‘પોષણ માસ’’અંતર્ગત ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે સગર્ભા,ધાત્રી માતાઓ માટે 'સંવેદના દિન-સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને કુપોષણ નાબૂદી એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની ‘‘પોષણ માસ’’ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે,
જેના ભાગરૂપે સુરત જિલ્લાની સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા ચોર્યાસી તાલુકા પંચાયત ખાતે 'સંવેદના દિન-સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુપોષિત માતાની ઓળખ કરીને તેઓને પોષણયુકત આહાર વિશે જાણકારી આપવાની સાથે ધાત્રી માતાઓને પોષણકીટ એનાયત કરાઈ હતી. આ વેળાએ મહિલાઓએ પોષણયુક્ત વાનગી સ્પર્ધામાં ભાગ લઈને પોષકતત્વોથી સભર વાનગી બનાવીને રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબેન પટેલ, જિલ્લા પંચાયતના મહિલા બાળ યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ નયનાબેન સોલંકી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન, વ્યાખ્યાતા મનીષાબેન, હેમાલીબેન, રાધિકાબેન, ડો. રવિનાબેને ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
Comments
Post a Comment