માંડવી ખાતે પ્રાકૃતિક ખેતી, શાકભાજીની વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ અને પોષણયુક્ત આહાર અંગે કિસાનગોષ્ઠી યોજાઈ...
૧૦૯ ખેડૂતોએ ભાગ લઈને વૈજ્ઞાનિક કૃષિ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવ્યું...
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લાના માંડવી રાઈસમિલ ખાતે કિસાનગોષ્ઠી યોજાઈ હતી. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક/ જૈવિક ખેતી, શાકભાજીની વૈજ્ઞાનિક ખેતપદ્ધતિ, હવામાન તથા પોષણયુક્ત આહાર અંગે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ ગોષ્ઠીમાં ૧૦૯ ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો....
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. જે. એચ. રાઠોડે વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિને પ્રાકૃતિક ખેતી સાથે જોડીને જમીનની તંદુરસ્તી સુધારવા તથા વધુ ઉત્પાદન મેળવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું....
આ કાર્યક્રમમાં ડિજીટલ માધ્યમથી કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર અને છત્તીસગઢના મુખ્યમંત્રીશ્રી ભૂપેશ બઘેલ દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન અપાયું હતું. નવી દિલ્હીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૩૫ નવી પાકની જાતોને બહાલી તથા ચાર કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમજ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહસૂચન પ્રમાણે ખેતી કરવાનો અનુરોધ કર્યો હતો...
આ પ્રસંગે ઉન સહકારી મંડળી પ્રમુખ રામજીભાઈ પટેલ, રાઈસમિલના મેનેજર પ્રવિણભાઈ મહિડા, રાઈસમિલના સભ્ય રામસિંગભાઈ ચૌધરી સહિત ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા...
Comments
Post a Comment