ડાંગ જિલ્લામા આજે ‘ વેક્સીનેસન’ બાબતે યોજાશે “મેગા ડ્રાઈવ”...

૧૩૨ કેન્દ્રો ઉપર વિનામુલ્યે ‘કોરોના વિરોધી રસી’ અપાશે...
જિલ્લાના “ નોડલ ઓફિસરો ” સતત ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરશે..
ગત તારીખ ૧૭ મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લામા યોજાયેલી વેકસિનેસન બાબતની મેગા ડ્રાઈવની જેમ, આજે એટલે કે તા.૨૮મી સપ્ટેમ્બરે પણ જિલ્લામા ૧૩૨ સ્થળોએ ‘વેકસિન’ માટેની ‘મેગા ડ્રાઈવ’ આયોજિત કરવામા આવી છે.
‘કોરોના રસીકરણ’ બાબતે પ્રજાજનોમા વ્યાપક જાગૃતિ કેળવી તેમને, અને તેમના પરિવારજનોને ‘કોરોના’ જેવી ઘાતક બિમારીથી સુરક્ષિત કરવાના ભાગરૂપે સંબંધિત ‘મેગા ડ્રાઈવ’ અંતર્ગત ગામની આશા, આંગણવાડી વર્કર, શિક્ષકો અને આરોગ્યના કર્મચારીઓ ઘરેઘર ફરીને, વેક્સિનથી વંચિત રહી ગયેલા લોકોને રસી આપશે.
ડાંગ જિલ્લામા રસીકરણ બાબતે કેટલીક ગેરમાન્યતાઓ તથા અંધશ્રધ્ધા પ્રવર્તતી હોય, પ્રજાજનોમા એક છુપો ભય દેખાય રહ્યો છે. જેની સાચી સમજ અને જાણકારી આપી, કોરોનાથી સુરક્ષિત કરવાની આ ઝુંબેશ છે. તેમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાએ, જિલ્લાના નોડલ ઓફિસરોને ‘રસીકરણ’ બાબતે અપપ્રચાર કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ સૂચના આપી છે.
છેલ્લા દોઢેક માસથી ‘રસીકરણ’ ની કામગીરીમા પ્રોત્સાહક પરિણામો મળ્યા છે, તેમ જણાવતા કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ રસીકરણ ક્ષેત્રે ડાંગને ૧૦૦% સફળતા અપાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ડાંગ જિલ્લાના રસીકરણ માટેના નોડલ ઓફિસરોની યોજાયેલી એક તાકીદની બેઠકને સંબોધત્તા કલેક્ટરશ્રીએ આજનો દિવસ રસીકરણ માટેનો સમર્પિત દિવસ છે તેમ સૌને જણાવ્યુ હતું.
રસીકરણના આ વિશિષ્ટ કાર્યક્રમને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશહિતનો કાર્યરૂપ બનાવી, નાગરિકોને કોરોનાના કહેરથી મુક્ત કરવાના યજ્ઞકર્યામાં સૌને આહુતિ આપવાની અપીલ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ એ, આ કાર્યક્રમમા આશા, આંગણવાડી વર્કરો, આરોગ્યના કર્મચારીઓ, શિક્ષકો, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારો, તાલુકા તથા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અગત્યની ભૂમિકા ભજવશે તેમ જણાવ્યુ હતું.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ અગત્યની બેઠકમા નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એ.ગામીત, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, R.C.H.O.શ્રી ડો.સંજય શાહ સહિત જિલ્લાના નોડલ ઓફિસરો, ડિઝાસ્ટર મામલતદાર શ્રી જયેશ પટેલ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...