ઉજ્જીવન બેંકે કોવિડ-૧૯ હોસ્પિટલને ઓક્સિજન સિલિન્ડર સહિત ૧૧ જેટલી વિવિધ આરોગ્યલક્ષી ઉપકરણોની ભેટ આપી સામાજિક જવાબદારી નિભાવી..

સુરતની ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકની પરવત ગામ શાખાની અનુકરણીય પહેલ...
આરોગ્યલક્ષી ઉપકરણો પૂરા પાડીને ઉજ્જીવન બેન્કે સાચા અર્થમાં સામાજિક જવાબદારી નિભાવી: ડૉ.સાજિદ શેખ..
કોરોનાની સંભવતઃ આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ સુરતના કોવિડ-૧૯ દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને આરોગ્યલક્ષી સુવિધાઓમા વધારો થાય તે માટે CSR પ્રોજેક્ટના ભાગરૂપે ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંક, પર્વત ગામ શાખા દ્વારા મિર્ઝા ગાલિબ ઉર્દુ શાળા સ્થિત એમ.વાય. હોસ્પિટલ અને કોવિડ સેન્ટરને ઓક્સિજન સિલિન્ડર સહિત કુલ ૧૧ આરોગ્ય-સંસાધનોની ભેટ આપવામાં આવી હતી. બેન્કના ટીમ લીડરશ્રી ધર્મેન્દ્ર પ્રજાપતિ, એરિયા મેનેજરશ્રી રાજેશ ખેડેકર અને પરાગ સુરતવાલા તેમજ મુખ્ય અતિથિ LDM શ્રી રસિક જેઠવાના હસ્તે ડો.સાજિદ શેખને આરોગ્યલક્ષી ઉપકરણો અર્પણ કરાયા હતાં...
શ્રી પરાગ સુરતવાલા અને ધર્મેન્દ્ર પ્રજાપતિએ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, સુરતના એમ.વાય. હોસ્પિટલ અને કોવિડ સેન્ટરને સામાજિક જવાબદારી-CSR અંતર્ગત કુલ ૧૧ જેટલી વિવિધ આરોગ્યલક્ષી વસ્તુઓ પૂરી પાડીને દરદીઓને આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તેવો પ્રયાસ કર્યો છે. જેમાં ૨ થર્મોમીટર, ૩ પ્લસ ઓક્સિમીટર, ૩ બી.પી.મર્ક્યુ. ડીલક્ષ, ૧૦ ફ્લેક્ષી માસ્ક, ૧૦ ઓક્સિજન FA VALE, ૩ સ્ટેથો મેક્રોટોન, ૫ ડ્રેસિંગ સિઝર્સ, ૨૦ લિટરના ૧૦ નંગ ઓક્સિજન સિલિન્ડર, ૧ પોર્ટેબલ સકશન મશીન, ૫૦ સેનિટાઈઝર બોટલ, ૧૦ લેટેક્ષ ગ્લોવ્ઝની ચીજવસ્તુઓ કોવિડ હોસ્પિટલને ભેટ આપી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. LDM શ્રી શ્રી જેઠવાએ વિશેષ ઉપસ્થિત રહીને બેંકની સેવાકીય પ્રવૃત્તિઓ બદલ શુભકામનાઓ પાઠવી હતી
એરિયા મેનેજરશ્રી રાજેશ ખેડેકરે જણાવ્યું હતું કે, સ્મોલ ફાયનાન્સ બેંક એવી ઉજ્જીવન બેંક ગુજરાતના અનેકવિધ જિલ્લાઓમાં કાર્યરત છે, જેમાં લોકોને આર્થિક ધિરાણ કરવાં ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ લોકોપયોગી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરીને સમાજને મદદરૂપ થઇ રહી છે. કોરોનાકાળમાં બેંકે સેવાકાર્યમાં ઉમદા યોગદાન આપ્યું છે, અને સંભવતઃ ત્રીજી લહેરમાં પણ સેવાકાર્યોની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી.   
કોવિડ સેન્ટરના ડો.સાજિદ શેખે જણાવ્યું હતું કે, ઉજ્જીવન બેંકે આજે આરોગ્યલક્ષી ઉપકરણો પૂરા પાડીને સાચા અર્થમાં સામાજિક જવાબદારી નિભાવી છે. ત્રીજી લહેર કદાચ આવશે આ ઉપકરણો હોસ્પિટલ તેમજ કોરોના દર્દીઓને ખૂબ ઉપયોગી બની રહેશે. તેમણે આ પ્રેરણાદાયી પહેલ બદલ ઉજ્જીવન બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો. 
            આ પ્રસંગે પરવત ગામ બ્રાન્ચના સ્ટાફગણ અને કોવિડ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...