બોર્ડર સિક્યુરિટી ફોર્સના ૧૦૦ જવાનોની જમ્મુ (ઓક્ટ્રોય)થી દાંડી સુધીની સાયકલયાત્રા સુરત જિલ્લામાં આવી પહોંચી...
સ્થાનિક અગ્રણીઓ અને નગરજનોએ ઉમળકાભેર સ્વાગત કરી જવાનોનો ઉત્સાહ વધાર્યો...
જેના ભાગરૂપે મા ભોમની સરહદોની સુરક્ષા માટે દિવસ-રાત ખડેપગે ફરજ નિભાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના ૧૦૦ જવાનોએ જમ્મુ (ઑક્ટ્રોય)થી નવસારીના દાંડી સુધીની ૧૯૯૩ કિમીની સાયકલયાત્રા યોજી છે, જે બીજી ઓક્ટોબર-ગાંધી જયંતી- વિશ્વ અહિંસા દિને નવસારીના દાંડી આવી પહોંચી...
BSFના જવાનોની સાયકલયાત્રા આજરોજ સુરત જિલ્લાના કોસંબા ખાતે પ્રવેશી હતી. જેનું સ્થાનિક અગ્રણીઓ અને નગરજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. સાયકલ યાત્રા પંજાબ, રાજસ્થાન થઈને ગુજરાતમાં તેમજ આજે સુરત જિલ્લામાં આવી પહોંચતા લોકોએ જવાનોને ઉમંગભેર વધાવ્યા હતાં. સચિન ખાતે પણ આગેવાનો- નગરજનોએ યાત્રાનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સાયકલયાત્રી જવાનો સચિનથી નવસારીના દાંડી તરફ જવા રવાના થયા હતાં.
યાત્રામાં સામેલ બીએસએફના કમાન્ડન્ટ સરબજિત સિંઘએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સરહદોની સુરક્ષા માટે જાનની બાજી લગાવી દેનારા અમારા જવાનો દેશની એકતા, અખંડિતતા, બંધુત્વ, હમ ફિટ તો ઇન્ડિયા ફિટ, એક ભારત શ્રેષ્ઠ ભારત, સેવ ગર્લ ચાઈલ્ડ, ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ક્લીન વિલેજ-ગ્રીન વિલેજના લક્ષ્ય સાથે જમ્મુથી પ્રસ્થાન કર્યું હતું. યાત્રા રોજ આશરે ૯૦ કી.મી નું અંતર કાપે છે...
Comments
Post a Comment