સુરતની એસ.&એસ.એસ. ગાંધી કોલેજના વિદ્યાર્થીએ રાજ્ય કક્ષાની 'મિકેનિકલ એન્જિનીયરિંગ કેડ સ્પર્ધા'માં દ્રિતીય ક્રમાંક મેળવ્યો...

કેન્દ્ર સરકારના 'સ્કીલ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન આયોજિત રાજ્યકક્ષાની 'મિકેનિકલ એન્જિનીયરિંગ કેડ' સ્પર્ધામાં સુરતની એસ.&એસ.એસ. ગાંધી કોલેજના વિદ્યાર્થી દિપક શિવરામભાઈ પોલએ દ્રિતીય ક્રમાંક મેળવીને સુરત અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે. 


તા.૨૮મી ઓગસ્ટના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોનમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ૨૦ જેટલી સ્કીલ સ્પર્ધાઓ યોજાઈ હતી. રાજ્યમાં પ્રિ-સ્ક્રીનીંગ રાઉન્ડમાં ૨૦૦ જેટલા સ્પર્ધકો પસંદગી પામ્યા હતાં. જેમણે આગળની ઝોનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પૈકી ૨૦૦ માંથી ૨ સ્પર્ધકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રમાણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર ઝોનમાંથી પ્રતિ ઝોન ૨ વિદ્યાર્થીઓ મળી કુલ ૮ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષા માટે ક્વોલીફાઈ થયાં હતાં.
મૂળ મહારાષ્ટ્રના પૂણેના વતની અને સુરતમાં ગાંધી કોલેજમાં મિકેનિકલ ડિપ્લોમાનો અભ્યાસ કરતાં દિપક પોલે જણાવ્યું હતું કે, એસ.&એસ.એસ ગાંધી સંચાલિત કેડ સેન્ટરમાં યુવાનોમાં એન્જિનીયરિંગ સિવાયની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાં તાલીમ પૂરી પાડી કૌશલ્યવર્ધન કરવામાં આવે છે. જેમાં તાલીમ મેળવીને મારા કૌશલ્યને વિકસાવવામાં ખુબ મદદ મળી હતી. હવે આગામી દિવસોમાં જયપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈશ. રાજ્યમાં બીજો ક્રમ પ્રાપ્ત થવાં બદલ હું ખુબ આનંદિત છું. મને સમગ્ર મિકેનિકલ વિભાગ, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ તેમજ કોલેજ પરિવાર દ્વારા દિપક પોલને શુભેચ્છાઓ પાઠવી હતી. 
 એસ.&એસ.એસ ગાંધી કોલેજના પ્રિન્સીપાલ શ્રી એન.એ.સાંગાણી, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ ઓફિસરશ્રી  એચ.વી.ગોહિલ સહિતના કોલેજ સ્ટાફગણ દ્વારા આ સિધ્ધી મેળવનાર દિપક પોલને વર્તમાન સિદ્ધિ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઉજ્જવળ દેખાવ કરે એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...