Posts

Showing posts from June, 2024

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

Image
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ જેમાં ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લા પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવિત ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લા મહામંત્રી હરીરામ સાવંત ભારતીય જનતા પાર્ટી આહવા મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ પવાર, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ દિપક જાદવ યુવા મોરચા મહામંત્રી આઝાદ સિંગ બધેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદ યુવા મંડળના સંયોજક શ્રી નકુલ જાધવ, તાલુકા તથા યુવા મંડળના સંયોજક મિત્રો તથા ભારતીય જનતા યુવા મોરચાના અધિકારીઓ અને કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુકતમને શૈક્ષણિક કારકિર્દીની ચર્ચા કરતા ડાંગ કલેકટર

Image
લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુકતમને શૈક્ષણિક કારકિર્દીની ચર્ચા કરતા ડાંગ કલેકટર આહવા તાલુકાના લિંગા અને ખડકવહળી ગામે યોજાયો 'શાળા પ્રવેશોત્સવ' સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ વિધાર્થીઓને પ્રવાસ દરમિયાન જોવાલાયક સ્થળોની સાથે સાથે કુદરતી સ્થળો, પ્રવાસન સ્થળો, તીર્થ સ્થળો, લોકજીવન, વન્યજીવન ઉપરાંત દેશને ગૌરવ અપાવતા ઉઘોગ ગૃહો, કોર્પોરેટ ઓફિસોની મુલાકાત લેવાની અપીલ, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે કરી હતી. 'નોલેજ ઇસ પાવર'નો મૂળ મંત્ર હમેશા ગાઠે બાંધી, શિક્ષકોની સાથે વાલીઓએ પણ, પોતાના સંતાનોના સર્વાંગીણ વિકાસ માટે ચિંતિત રહેવાનો અનુરોધ કરતાં ડાંગ કલેક્ટરશ્રીએ, લઘુતાગ્રંથી, અને ભય કે સંકોચ વિના બાળકો આગળ વધી શકે, તેવા વાતાવરણ માટે શિક્ષકોને જાગૃતિ દાખવાનો અનુરોધ કર્યો હતો. કલેકટરશ્રીએ ભવિષ્યમાં ઉદભવનારી સંભવિત કપરી સ્થિતિ, પર્યાવરણ, જળસંચય, રોગમુક્ત જીવનશૈલી જેવા પ્રશ્ને, હમણાંથી જ સાવચેતી કેળવવનું આહ્વાન પણ કર્યું હતું. 'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં કલેકટરશ્રીએ બાળકોને મુંઝવતા ટાઈમ મેનેજમેન્ટ, સંસ્થા...

શામગહાન અને આહવાની શાળાઓમાં વાસુર્ણાના 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ'નું પરમાર્થ કાર્ય

Image
..હમ સાથ સાથ હૈ.. 'શાળા પ્રવેશોત્સવ'માં દાતાઓનો સહયોગ મળ્યો શામગહાન અને આહવાની શાળાઓમાં વાસુર્ણાના 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ'નું પરમાર્થ કાર્ય સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ રાજ્ય સમસ્તમાં ઉજવાઇ રહેલા 'શાળા પ્રવેશોત્સવ'માં સેવા સંસ્થાઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે. ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ'ના સંસ્થાપક સુશ્રી હેતલ દીદીના સાનિધ્યે વિવિધ દાતાઓના દાનના સહારે, આહવાના ગીતાંજલી વિધાલય તથા શામગહાનની જ્ઞાનદીપ સ્કૂલના નવાગંતુક બાળકોના શાળા પ્રવેશોત્સવ સાથે, તેમને શૈક્ષણિક સાધન સામગ્રી એનાયત કરવામાં આવી હતી. દંડકારણ્યની પાવનભૂમિ ઉપર સેવાના સંસ્કાર બીજનું વાવેતર કરતાં 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ' દ્વારા, અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરીને અવાર નવાર જરૂરિયાતમંદો સુધી સેવાની સુવાસ પહોચાડવામાં આવી રહી છે ત્યારે, સને ૨૦૨૪ના 'શાળા પ્રવેશોત્સવ'માં પણ સંસ્થાએ 'હમ હમ સાથ હૈ' નો ભાવ વ્યક્ત કરી, તેનો સહયોગ પૂરો પાડ્યો હતો.

ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Image
ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લામાં તા.૧૨ થી ૨૬ જૂન, ૨૦૨૪ દરમિયાન ભારત સરકારના 'નશામુકત ભારત'ની ઉજવણી અંતર્ગત, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલનાં માર્ગદર્શન મુજબ, SOG ના પી.એસ.આઈ. શ્રી એમ.એસ.રાજપુત તેમજ શાખાના કર્મચારીઓ, અને નશાબંધી સંયોજક શ્રી રાકેશ પવાર દ્વારા, માદક પદાર્થના ઉપયોગ તથા હેરા-ફેરીથી થતી આડઅસરો બાબતે જાગૃતિ કેળવવા ડાંગ જિલ્લાની સ્કુલ, કોલેજોમાં કાર્યક્રમો, ડ્રગ્સ વિરોધી રેલીઓ, જાહેર સભાઓ, વર્કશોપ, સેમીનાર પ્રદર્શન યોજવા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેના અનુસંધાને તા.૨૬/૬/૨૦૨૪ના રોજ આહવાના ગાંધી ઉદ્યાનથી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી સુધી જનજાગૃતિ રેલી યોજી "ઇન્ટરનેશનલ ડે અગેઇન્સ્ટ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઇલીસીટ ટ્રાફીકીંગ" બાબતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આવતા જતા લોકોમાં જાગૃતિ આવે તે માટે બેનરો તેમજ પેમ્પલેટ મારફતે પ્રચાર કરાયો હતો. આ કાર્યક્રમમાં માદક ડ્રગ્સ મુક્ત સમાજ, જિલ...

શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે પૂર્વપટ્ટીના સરહદી ગામ 'કડમાળ' ખાતે ૨૧ ભૂલકાંઓની નામાંકન કરાવતા નાયબ મુખ્ય દંડકશ્રી

Image
શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે પૂર્વપટ્ટીના સરહદી ગામ 'કડમાળ' ખાતે ૨૧ ભૂલકાંઓની નામાંકન કરાવતા નાયબ મુખ્ય દંડકશ્રી ગ્રામીણ બાળકોની ક્ષમતાને બહાર લાવવાનું કામ શિક્ષકો બખૂબી નિભાવે: - શ્રી વિજયભાઈ પટેલ સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ કડમાળ ગામે યોજાયો શાળા પ્રવેશોત્સવ ધરતીમાતાનું ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર આપણને મળ્યો છે ત્યારે, તેની ગરિમાને ગૌરવ અપાવે તેવું પ્રકૃતિનું જતન સંર્વધન, એ આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવતા, નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, બેટી પઢાવો-બેટી બચાવોના ઉચ્ચ વિચારોને રજૂ કરનાર દીકરીને બિરદાવી, ગ્રામીણ બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવવાનું કપરું કાર્ય ગુરુજનો કરી રહ્યા છે, તેમ જણાવ્યુ હતું. ભૂતકાળની શાળા, અને બાળકોની દશા અને દિશાનો ચિતાર રજૂ કરતાં શ્રી પટેલે આજના બાળકો માટે જીવનભરનું સંભારણુ બની રહેનારા 'શાળા પ્રવેશોત્સવ' જેવા કાર્યક્રમો, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે તેમ જણાવ્યું હતું. ભાવિ પેઢી સમાન આપણાં બાળકોના ઉચ્ચ ભવિષ્ય માટે, તેમને સમય ફાળવવાનો અનુરોધ કરતાં નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, સરકાર અને શિક્ષકોની ...

ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે આહવા મંડળના ગલકુંડ ગામ ખાતે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

Image
"રક્તદાન એટલે જીવનદાન, રક્તદાન એટલે મહાદાન" 🩸 ભારતીય જનસંઘના સ્થાપક ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના સ્મૃતિ દિવસ નિમિત્તે આહવા મંડળના ગલકુંડ ગામ ખાતે ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ડાંગ જીલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત, ભારતીય જનતા પાર્ટીના ડાંગ જિલ્લાના મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, ભારતીય જનતા પાર્ટી ના કોષાધ્યક્ષ મોહનભાઈ પાડવી આહવા મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ પવાર,ભારતીય જનતા યુવા મોર્ચા પ્રમુખ શ્રી દિપકભાઈ જાધવ, યુવા મોરચાના મહામંત્રી શ્રી આઝાદસિંહ બઘેલ, નરેશભાઈ ભોંયે, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સંયોજક શ્રી નકુલભાઈ જાધવ, સહીત ભારતીય જનતા યુવા મોર્ચાના હોદેદારો તથા કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.

રંભાસ ખાતે યોજાયો 'શાળા પ્રવેશોત્સવ'

Image
રંભાસ ખાતે યોજાયો 'શાળા પ્રવેશોત્સવ' શાળાની વધતી ભૌતિક સુવિધાઓ એ ગામનું ઘરેણું છે શ્રી મંગળભાઈ ગાવિત સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સનું ગૌરવ ધરાવતી રંભાસ પ્રાથમિક શાળાનું બાળક ભણીગણીને ગામનું નામ રોશન કરે તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે શૈક્ષણિક સંકુલોની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થયા બાદ ગ્રામજનો, વાલીઓ, અને શિક્ષકોને બાળકોમાં શિક્ષણ અને સંસ્કારના બીજનું વાવેતર કરવાનું આહવાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરેએ કર્યું હતું. ડાંગ જિલ્લા સાથેના જુના સંસ્મરણો વાગોળતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રકાશ શિવહરેએ, છેલ્લા એક દાયકામાં છેવાડાના જિલ્લામાં આવેલા પરિવર્તનો જોઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સનું ગૌરવ ધરાવતી રંભાસ પ્રાથમિક શાળામાંથી ભણીગણીને કોઈ બાળક ગામનું નામ રોશન કરે તેવા સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી. રંભાસ પ્રાથમિક શાળાના કાર્યક્રમ વેળા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મંગળભાઈ ગાવિતે, ગ્રામીણ માતાપિતાને શાળા સમય બાદ પણ પોતાના સંતાનોને સતત...

સાકરપાતળ ખાતે શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બાળકોને ઉચ્ચ કારકિર્દી માટે તૈયારી કરવાનું આહવાન કરતા ડો.એસ.મુરલીક્રિષ્ના

Image
'શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪, જિલ્લો ડાંગ સાકરપાતળ ખાતે શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે બાળકોને ઉચ્ચ કારકિર્દી માટે તૈયારી કરવાનું આહવાન કરતા ડો.એસ.મુરલીક્રિષ્ના બાળકોની ઉચ્ચ કારકિર્દી માટે શિક્ષકોની ભૂમિકાનું મહત્વ સ્પષ્ટ કરતા પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ સાકરપાતળ ખાતે બાલવાડી અને ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોને 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમના માધ્યમથી પ્રવેશ કરાવતા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી ડો.એસ.મુરલીક્રિષ્નાએ, આદિવાસી સમાજના સર્વાંગીણ ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે તેમ જણાવી, સૌને તેનો લાભ લઈને ઉચ્ચ કારકિર્દી ઘડતર તરફ પ્રયાણ કરવાનું આહવાન કર્યું હતું. આદિવાસી ક્ષેત્રના બાળકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓને વિશેષ જાગૃતિ દાખવવાની અપીલ કરતા ડો.એસ.મુરલીક્રિષ્નાએ, બાળકો અને વાલીઓ સાથે સીધો સંવાદ સાધી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રિન્સિપલ સેક્રેટરીશ્રીએ વિદ્યાર્થીઓને ભાવિ ઘડતર માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવા તબક્કે વિશેષ પ્રયાસો કરવા માટે, પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવો પડશે તેમ કહ્યું...

શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વઘઈ તાલુકાના કોયલિપાડા ગામને પ્રાથમિક શાળાના નવા મકાનની ભેટ મળી

Image
શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે વઘઈ તાલુકાના કોયલિપાડા ગામને પ્રાથમિક શાળાના નવા મકાનની ભેટ મળી ભૌતિક સુવિધાઓ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકારનો અભિગમ સ્પષ્ટ કરતા વાલીઓને વિશેષ જાગૃતિ દાખવવાનો અનુરોધ કરતા નાયબ મુખ્ય દંડકશ્રી સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ કોયલિપાડા ગામે યોજાયો 'શાળા પ્રવેશોત્સવ સો ટકા નામાંકન અને ઝીરો ટકા ડ્રોપ આઉટના પરિણામને સિધ્ધ કરવા માટેના અતિ મહત્વાકાંક્ષી કાર્યક્રમ એવા 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'ના બીજા દિવસે, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં કોયલિપાડા ગામે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે ૩૯ જેટલા નવાગંતુક બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. બાલ વાટિકામાં ૧૩ અને ધોરણ-૧ માં ૨૬ બાળકોનું નામાંકન કરાવતા શ્રી વિજયભાઈ પટેલે, વાલી સમિતિના સભ્યો, ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ, અને બાળકો સમક્ષ, રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો ઉદેશ સ્પસ્ટ કરી વાલીઓની જાગૃતિ, શિક્ષિત ભાવિ પેઢી માટે ખૂબ જ જરૂરી છે તેમ કહ્યું હતું. કોયલિપાડાના ગ્રામજનો માટે ખૂબ ખુશીનો દિવસ છે. ભવ્ય ભૌતિક સુવિધા પ્રાપ્ત થતા, કમ સે કમ બે જેટલી ભાવિ પેઢીઓ અહીથી શિક...

સુબિરના હેલિપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું

Image
સુબિરના હેલિપેડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માપૂર્વક સ્વાગત કરાયું ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબા ખાતે આયોજિત શાળા પ્રવેશોત્સવમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સુબિર હેલિપેડ ખાતે ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર સહિત ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નિર્મળાબેન ગાઈન સહિતના અધિકારી, પદાધિકારીઓએ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. આ વેળા સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત, ભાજપા સંગઠન પ્રભારી શ્રી રાજેશ દેસાઈ, મહામંત્રી શ્રી હરિરામ સાવંત, પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી સુભાસ ગાઈન સહિતના કાર્યકરો જોડાયા હતા. -
Image
સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂન કટોકટી દિવસ નિમિતે બારડોલી ખાતે કાર્યક્રમ યોજયો. બ્યુરો રિપોર્ટ સરદાર ન્યૂઝ,બારડોલી દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યુ હતું. જેમાં માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારોને લીધે દેશમાં તારીખ ૨૫ જૂન નો દિવસ કાળો દિવસ તરીકે ઉજવે છે.જે સંદર્ભે આજરોજ સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂન કટોકટી દિવસ નિમિતે પૂર્વ મહેસૂલ મંત્રીશ્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ,પૂર્વ ધારાસભ્ય , રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર, અઘ્યક્ષ સ્થાને તથા પૂર્વ મંત્રી ,અને હાલના ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા, સુમુલ ડેરીના ચેરમેન અને પૂર્વ સાંસદશ્રી માનસિંહ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ,સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ઉપસ્થિત બારડોલી ખાતે કાર્યક્રમ યોજયો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડે સ્વગત પ્રવચન કર્યું હતુ.ત્યારબાદ ભરતભાઈ ડાંગરે પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું.કે. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ મા...