સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂન કટોકટી દિવસ નિમિતે બારડોલી ખાતે કાર્યક્રમ યોજયો.
બ્યુરો રિપોર્ટ સરદાર ન્યૂઝ,બારડોલી
દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યુ હતું. જેમાં માનવ અધિકારોનું હનન, દેશવાસીઓ પર અત્યાચાર અને મીડિયા પર સેન્સરશીપ લાદવા જેવી વિવિધ પ્રકારના અત્યાચારોને લીધે દેશમાં તારીખ ૨૫ જૂન નો દિવસ કાળો દિવસ તરીકે ઉજવે છે.જે સંદર્ભે આજરોજ
સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 જૂન કટોકટી દિવસ નિમિતે પૂર્વ મહેસૂલ મંત્રીશ્રી, પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ,પૂર્વ ધારાસભ્ય , રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર, અઘ્યક્ષ સ્થાને તથા પૂર્વ મંત્રી ,અને હાલના ધારાસભ્યશ્રી ગણપતભાઈ વસાવા, સુમુલ ડેરીના ચેરમેન અને પૂર્વ સાંસદશ્રી માનસિંહ ભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની બેન પટેલ,સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ઉપસ્થિત બારડોલી ખાતે કાર્યક્રમ યોજયો હતો.આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડે સ્વગત પ્રવચન કર્યું હતુ.ત્યારબાદ ભરતભાઈ ડાંગરે પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું.કે. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. અને ટ્રસ્ટિકરણની નીતિ અપનાવી છે. તેમના માત્ર ચહેરા બદલાયા છે.પણ નીતિ અને નિયત એ હજુ પણ જ છે.ત્યાર બાદ રાજેન્દ્ર ભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું. કે ઈન્દીરા ગાંધીને દિખા દિયા કે દિન ભી કાલા હોતા હે. સબ કુછ બદલતા હૈ.મગર ડીએનએ નહિ બદલાતા હે. Misha મિશા એક્ટ હેઠળ જેલમાં અટક કરાયેલા કેદીને કલકોથળીમાં રાખવામાં આવતા હતા.અને તેઓની કોર્ટ માં સુણવાઈ ન થતી હતી. ત્યારે જનસંઘના અને,આરએસએસનાં કાર્યકર્તાઓ, મીડીયા, પ્રેસ, વકીલો
કોંગ્રેસને શરણે ન થતા તેમને પણ હેરાન કર્યા હતા.અને જેઓ જેલ માં હતા
તેઓ ભારત માતા કી જય નાં નારા લગાવતા હતા.કટોકટીમાં ખુમારી થી કામ કર્યું હતું. આ સાથે સુરેન્દ્રભાઈ આચાર્ય, મક્રંદભાઈ દેસાઈ, આર.કે.શાહ, જેવા જનસંઘ,આર. એસ એસ,નાં કાર્યકર્તાઓએ જે બલિદાન આપ્યું છે. એ કદી ભૂલી ન શકાય.તેમજ પાર્ટીની સિર્સ નેતાગીરીને વંદન કર્યુ હતું. ત્યારબાદ તે સમયે જેલવાસ ભોગવ્યો હતો એવા પુર્વ સાંસદ અને સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહ ભાઈ પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ,જિલ્લા મહામંત્રીશ્રીઓ જીગરભાઇ નાયક,રાજેશભાઈ પટેલ, કિશન ભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી યોગેશભાઈ પટેલ,જગદીશભાઈ પારેખ, મીડીયા ઈન ચાર્જ તેજસ વશી સુરેશ રાઠોડ, તથા જિલ્લાના હોદેદારો, કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.આ ક્રાયક્રમનું સંચલન મહામંત્રી જીગર ભાઈ નાયકે કર્યું હતું.જયારે આભાર વિધિ રાજેશભાઈ પટેલ કરી હતી.
ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ
ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ચાલુ વર્ષે ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા ‘રાષ્ટ્રિય માર્ગ સલામતિ માસ-૨૦૨૫’ ની ઉજવણીની થીમ: પરવાહ (CARE) અંતર્ગત જિલ્લામાં માર્ગ સલામતિ અંગે જાગૃતતા ફેલાવવા, ટ્રાફિક નિયમનનું પાલન કરવા અંગે ડાંગ જિલ્લાના પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને આજરોજ પોલીસ ભવન ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. ડાંગમાં રોડ અકસ્માત નિવારણ માટે ગ્રામ્ય અને સ્ટેટના ભયજનક વળાંકમાં રસ્તાઓ પર શેવરોન માર્કિંગ લગાવવા, રોડ ઉપર સાઇન બોર્ડ લગાવવા, રોડની બન્ને લાઇડમાં સફેદ પટ્ટાઓ લગાવવા, ફેટલ અકસ્માતના મૃત્યુની ધટનામાં તમામ વહાનચાલકોના લાઇસન્સ રદ કરાવા સાથે આડેધડ વહાન ચલાવના વહાન ચાલકો ઉપર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડાએ તાકીદ કરી હતી. આ સાથે જ માર્ગ સલામતિ અંગે જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો કરવા, નવા મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ ના કાયદા વિશેની જાણકારી આપવી, પોસ્ટર અને હોડીગ્સંના માધ્યમથી જાગૃતિ ફેલાવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુન...




Comments
Post a Comment