શામગહાન અને આહવાની શાળાઓમાં વાસુર્ણાના 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ'નું પરમાર્થ કાર્ય

..હમ સાથ સાથ હૈ.. 'શાળા પ્રવેશોત્સવ'માં દાતાઓનો સહયોગ મળ્યો શામગહાન અને આહવાની શાળાઓમાં વાસુર્ણાના 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ'નું પરમાર્થ કાર્ય
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ રાજ્ય સમસ્તમાં ઉજવાઇ રહેલા 'શાળા પ્રવેશોત્સવ'માં સેવા સંસ્થાઓનો પણ સહયોગ સાંપડી રહ્યો છે. ડાંગ જિલ્લાના વાસુર્ણા સ્થિત 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ'ના સંસ્થાપક સુશ્રી હેતલ દીદીના સાનિધ્યે વિવિધ દાતાઓના દાનના સહારે, આહવાના ગીતાંજલી વિધાલય તથા શામગહાનની જ્ઞાનદીપ સ્કૂલના નવાગંતુક બાળકોના શાળા પ્રવેશોત્સવ સાથે, તેમને શૈક્ષણિક સાધન સામગ્રી એનાયત કરવામાં આવી હતી. દંડકારણ્યની પાવનભૂમિ ઉપર સેવાના સંસ્કાર બીજનું વાવેતર કરતાં 'તેજસ્વિની સંસ્કૃતિ ધામ' દ્વારા, અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ હાથ ધરીને અવાર નવાર જરૂરિયાતમંદો સુધી સેવાની સુવાસ પહોચાડવામાં આવી રહી છે ત્યારે, સને ૨૦૨૪ના 'શાળા પ્રવેશોત્સવ'માં પણ સંસ્થાએ 'હમ હમ સાથ હૈ' નો ભાવ વ્યક્ત કરી, તેનો સહયોગ પૂરો પાડ્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...