લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુકતમને શૈક્ષણિક કારકિર્દીની ચર્ચા કરતા ડાંગ કલેકટર
લિંગા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે મુકતમને શૈક્ષણિક કારકિર્દીની ચર્ચા કરતા ડાંગ કલેકટર
આહવા તાલુકાના લિંગા અને ખડકવહળી ગામે યોજાયો 'શાળા પ્રવેશોત્સવ'
સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ
વિધાર્થીઓને પ્રવાસ દરમિયાન જોવાલાયક સ્થળોની સાથે સાથે કુદરતી સ્થળો, પ્રવાસન સ્થળો, તીર્થ સ્થળો, લોકજીવન, વન્યજીવન ઉપરાંત દેશને ગૌરવ અપાવતા ઉઘોગ ગૃહો, કોર્પોરેટ ઓફિસોની મુલાકાત લેવાની અપીલ, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે કરી હતી.
'નોલેજ ઇસ પાવર'નો મૂળ મંત્ર હમેશા ગાઠે બાંધી, શિક્ષકોની સાથે વાલીઓએ પણ, પોતાના સંતાનોના સર્વાંગીણ વિકાસ માટે ચિંતિત રહેવાનો અનુરોધ કરતાં ડાંગ કલેક્ટરશ્રીએ, લઘુતાગ્રંથી, અને ભય કે સંકોચ વિના બાળકો આગળ વધી શકે, તેવા વાતાવરણ માટે શિક્ષકોને જાગૃતિ દાખવાનો અનુરોધ કર્યો હતો.
કલેકટરશ્રીએ ભવિષ્યમાં ઉદભવનારી સંભવિત કપરી સ્થિતિ, પર્યાવરણ, જળસંચય, રોગમુક્ત જીવનશૈલી જેવા પ્રશ્ને, હમણાંથી જ સાવચેતી કેળવવનું આહ્વાન પણ કર્યું હતું.
'લિંગા' ગામે યોજાયેલા 'શાળા પ્રવેશોત્સવ' દરમિયાન બાળકો સાથે સીધો સંવાદ સાધતાં કલેકટરશ્રીએ બાળકોને મુંઝવતા ટાઈમ મેનેજમેન્ટ, સંસ્થાના ઋણનું દાયિત્વ, ઋણાનુંબધ, અઘરા વિષયોને યાદ રાખવાની સરળ પદ્ધતિ, યુ.પી.એસ.સી. જેવી પરીક્ષાઓ માટેની તૈયારીની સાચી રીત, પ્રેક્ટિકલ જ્ઞાનનું મહત્વ, જેવા મુદ્દે વિધાર્થીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. લિંગા માધ્યમિક શાળાના વિધાર્થીઓએ પણ નિસંકોચપણે કલેકટરશ્રી સાથે પૂર્ણ વિશ્વાસ સાથે સંવાદ કર્યો હતો.
'શાળા પ્રવેશોત્સવ'ના અંતિમ દિવસે રજવાડી ગામ લિંગાની માધ્યમિક શાળામાં નવાગંતુક વિધાર્થીઓનું ડાંગ કલેકટર કચેરીએ શ્રી મહેશ પટેલે નામાંકન કરાવ્યું હતું. આ વેળા બાળકોનું કુમ કુમ તિલકથી સ્વાગત કરી, મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કિટનું વિતરણ પણ કરાયું હતું. વિધાર્થીઓએ પર્યાવરણ, જળ સંચય સહિતના વિષયે તેમના વિચારો રજૂ કર્યા હતા.
લિંગાના કાર્યક્રમમાં ધોરણ-૯ ના કુલ ૬૯ જેટલા વિધાર્થીઓને પ્રવેશ અપાયો હતો. દરમિયાન શાળાના તેજસ્વી તા, બાળકોનું અભિવાદન કરાયું હતું. લિંગા અગાઉ કલેકટરશ્રી એ ખડકવહળી ગામે પણ પ્રવેશપાત્ર બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.

Comments
Post a Comment