Posts

Showing posts from March, 2023

“ સલામત સવારી, એસ ટી અમારી “ સુત્રને સાર્થક કરતા આહવા ડેપોના કંડકટર

Image
“ સલામત સવારી, એસ ટી અમારી “ સુત્રને સાર્થક કરતા આહવા ડેપોના કંડકટર   @સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ અમદાવાદ - આહવા બસમા મહિલા મુસાફર સામાન ભુલી જતા બસ કંડકટરે સામાન પરત કર્યો   એસ ટી તંત્ર અને કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાને ઉજાગર કરતો આહવા એસ ટી ડેપોને કિસ્સો પ્રકાશમા આવતા “ સલામત સવારી, એસ ટી અમારી “ સૂત્ર સાર્થક થવા પામ્યુ છે.  તા. 23  માર્ચ 2023ના રોજ રાત્રે 8:30 કલાકે અમદાવાદ થી આહવા માટે ઉપડતી એસ ટી બસમા એક પરિવાર અમદાવાદ થી વડોદરા સુધી ની મુસાફરી માટે પોતાના જરૂરી સામાન સાથે બસમા સવાર થઈ વડોદરા પોતાની મુસાફરી પૂર્ણ કરી બસમા થી ઉતરી ગયા બાદ, ઘરે જઈ પોતાનુ સામાન તપાસતા રોકડ રકમ સહિત અગત્યના સામાન સાથે એક મહિલાનું પર્સ ક્યાંક ખોવાઇ જવાની જાણ થતા મુસાફરો ચિંતામા મુકાયા હતા. અમદાવાદ-આહવા રૂટની બસના ફરજ ઉપરના કંડકટર કર્મચારી શ્રી સોલંકી રાજેશકુમાર લક્ષમણસિંહ આહવા, ડેપો  કંડકટર બેજ.નં 54A ની સમય સુચકતા થી ખોવાયેલપાકીટ તેઓના કબજામા આવતા, સહી સલામત આહવા ડેપો ખાતે જવાબદાર અધિકારીને જમા કરાવ્યુ હતુ.  આહવા એસ ટીના કર્મચારીઓ દ્વારા ...

ઘોઘંબા તાલુકાનાં શેરપુરા ગામનો યુવક રાયણીયાં ગામ નજીકથી કોતર માંથી મૃત હાલતમાં મળી આવતા પરિવાર આઘાતમાં

Image
ઘોઘંબા તાલુકાનાં શેરપુરા ગામનો યુવક રાયણીયાં ગામ નજીકથી કોતર માંથી મૃત હાલતમાં  મળી આવતા પરિવાર આઘાતમાં @સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રાયણિયા ગામ નજીક આવેલ કોતર પાસેથી ઘોઘંબા તાલુકાનાં શેરપુરા ગામનો યુવક ગંભીર હાલતમાં મળી આવતાં તેનાં પરિવાર જનો દ્ધારા ડોક્ટર પાસે લઇ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યું હોવાનું જણાવ્યું હતું આ બનાવની મળતી વિગતો મુજબ ગઈ કાલે મૃત્યુ પામનાર શેરપુરા ગામનો યુવક સુનિલના પરિવારજનો ઉપર તેનાં કોઈ મિત્રનો ફોન આવેલ કે રાયણીયાં ગામ નજીક કોતર પાસે સુનિલ પડી રહેલ છે તો તમે જલ્દી આવો તેવું કહેતાં સુનિલનાં પરીવારજનો ઘટનાં સ્થળ ઉપર પહોંચેલ અને સુનિલને ત્યાં ગંભીર હાલતમાં પડેલો જોઈને ડોક્ટર પાસે લઈ ગયેલ જ્યાં ડોક્ટરે સુનિલને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ તેમનાં પરિવાર જનો દ્વારા વેજલપુર પોલીસને જાણ કરતાં પોલીસે તે મૃતક યુવકને  કાલોલ રેફરલ હોસ્પિટલમાં પી.એમ માટે મોકલી આપી હતી મૃત્યું પામનાર સુનીલના પરિવારમાં તે જ મોટો દિકરો હતો અને અને ઘરની જવાબદારી નિભાવતો હતો જેથી આ રીતે જુવાન જ્યોત દીકરાનું અકાળે મૃત્યું થવાથી તેનાં ...

ડાંગ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા : વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

Image
ડાંગ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા : વોન્ટેડ આરોપીની કરી ધરપકડ  @સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી પિયુષ પટેલ, સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ  સુરત રેંજ વિસ્તારમા મિલ્કત સંબંધી ગુનાઓ ન બને, તથા મિલ્કત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સૂચના મળતા,  ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટિલ દ્વારા આહવા ખાતે બાઈક ચોરીના અનડીટેક્ટ ગુનાની તપાસ કામગીરી હાથ ધરવામા આવી હતી. દરમિયાન તા.26 માર્ચના રોજ ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારમા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવતા, બાઈક ચોરીના ગુનામા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી હતી. ડાંગ પોલીસ દ્વારા કલમવિહિર ગામ પાસે આહવાથી ચીંચલી જતા રોડ ઉપર, એક ઈસમ મોટર સાઇકલ ઉપર આવતા ગાડી અટકાવી મોટર સાઇકલ નંબર DN 09 : K 5911ની તપાસ કરતા સદર ગાડી, સેલવાસ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 135/2023 ઈ.પી.ઓ કલમ 379મા દાખલ થયેલ હોઈ, સદર ઈસમ અસ્પાક સેયદ વાની ઉ. વ.26, નાંદનપેડા ગામના તેમના ઓળખીતા, મકસુદભાઈ શેખ રહે. ધરમપુરનાઓ સાથે સદર ગાડી ચોરી કરેલ હોવાનુ જણાતા આરોપી અસ્પાકભાઈ સેયદભાઈ વાની વિરુદ્ધ CRPC કલમ -41(...

બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ ની જિલ્લા કારોબારી મળી.

Image
બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ ની જિલ્લા કારોબારી મળી. @સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી સુરત જિલ્લા ભાજપ ની જિલ્લા કારોબારી મિટિંગ જિલ્લા પ્રમુખના સંદિપ ભાઈ દેસાઇ ના અધ્યક્ષ સ્થાને  જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખ શ્રી સંદિપ ભાઈ દેસાઇ, 23 -  બારડોલી  લોક સભા ના ઇન્ચાર્જ. શ્રી ઓ  અશોક ભાઈ ધોરાજીયાા , ધારસભ્ય ગણપત ભાઈ વસાવા, પ્રભારી ભરત ભાઈ રાઠોડ , પ્રકાશ જી, દ્વારા આગામી લોકસભા ની ચૂંટણી ની કામગીરી અંગે બુથ સશક્તિકરણ અભીયાન અંતર્ગત પેજ સમિતી, બુથ સમિતી, મન કી બાત , કાર્યક્રમ, અંગે  વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ આ બેઠક માં જિલ્લા મહામંત્રીશ્રી યોગેશ ભાઈ પટેલ ના જન્મદિવસ નિમિતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેરછાઓ પાઠવવામાં આવી હતી.  આ બેઠકમાં જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સંદિપ ભાઈ દેસાઇ, ગણપત ભાઈ વસાવા, પ્રભારી ઇન્ચાર્જ શ્રી ઓ અશોકભાઈ ધોરાજીયા, મહેન્દ્ર ભાઈ પટેલ,પ્રભારી ભરત ભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ ભાઈ પટેલ, , વિસ્તરક મિતલ ભાઈ , સોશિયલ મીડીયા ના પ્રકાશ ભાઈ મહામંત્રી ...

કાલોલ તાલુકાના કરોલી ગામના છેવાડે રેહતા પશુપાલકની ભેંશ નું વન્ય પ્રાણીએ મારણ કર્યું

Image
કાલોલ તાલુકાના કરોલી ગામના છેવાડે રેહતા પશુપાલકની ભેંશ નું વન્ય પ્રાણીએ મારણ કર્યું @સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ જીલ્લા નાં કાલોલ તાલુકાના કરોલી ગામના છેવાડે આવેલા ખેતરોમાં ઘર બાંધી રહેતા  રાઠવા નજરુભાઈ ના પાંચ વર્ષના પશુ નું મારણ કરી વન્ય પ્રાણીએ મિજબાની માણી હતી આ વાત ની જાણ થતાં જ મોટી સંખ્યામાં  ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને અગાઉ પણ વન્ય પ્રાણી દ્રારા એક બળદનું મારણ કર્યું હતું ત્યારે આજે બીજી વાર ઘટના બનતા ગ્રામલોકો માં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ઘર માલિકના જણાવ્યા અનુસાર આજે વહેલી  સવારે બે વાગ્યાની આજુ બાજુનાં સમય ગાળામાં અચાનક વાઘ આવી જતા ઘર આંગણે બાંધી રાખેલ પશુઓ માંથી બાંધી રાખેલ પશુ નું મારણ કરી મિજબાની માણી રહ્યો હતો તેજ સમયે ઘર ના લોકોને ખબર પડતાં જ ઘરની બહાર નીકડી બુમાં બૂમ કરતા વાઘ ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હતો આં અંગેની વનવિભાગને જાણ કરતા જ વનવિભાગ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મારણ કરેલ પશુ અને વન્ય પ્રાણીના પંજાના નિશાન જોવા મળ્યા હતા તે ઘટનાનું પંચોની રૂબરૂ નિરીક્ષણ કરી ઘર માલિકને જરૂરી સુચના આપી હતી અને આગળની કાર્...

108 ઇમરજન્સી સેવાના વડા શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત લીધી

Image
108 ઇમરજન્સી સેવાના વડા શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત લીધી @સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  હેડ ઓફ ઓપરેશન ઇમરજન્સી સર્વિસ, ગુજરાત રાજ્યના વડા શ્રી સતીશ પટેલે ડાંગ જિલ્લા આરોગ્યકર્મીઓની મુલાકાત કરી સુચારુ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.  નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલ શ્રી સતીશ પટેલે ત્રીજા દિવસે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય કર્મીઓની મુલાકાત લીધી હતી. આ પ્રંસગે તેમણે જણાવ્યુ હતુ કે, 24×7 ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત આરોગ્ય કર્મીઓનો જુસ્સો વધારવા માટે તેઓ દરેક વિસ્તારમા જઈ મુલાકાત કરશે, તેમજ વધુ સારી રીતના સેવાઓ થઈ શકે તે માટે સૂચનો પણ કરશે.  ડાંગ જિલ્લાના દુર્ગમ પહાડી વિસ્તારમા નેટવર્ક જેવી સમસ્યાઓ હોવાના કારણે તેમણે સ્ટેક હોલ્ડર્સને 2 સિમ કાર્ડ પણ આપ્યા છે, જેથી નેટવર્ક સમસ્યાને ટાળી શકાય. વધુમા તેઓએ ઇમરજન્સી વખતે 108 સેવાઓનો ઉપયોગ કરવા માટે લોકોને અનુરોધ કર્યો હતો.  ડાંગ જિલ્લામા કુલ 108 ઇમરજન્સી વાનની સેવાઓ, જયારે 4 ખીલખિલાટ વાહન સેવાઓ જિલ્લામા કાર્યરત છે. 

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં માં બદલી થઈ આવેલ તલાટી કિંજલ ગ્રામ પંચાયત માંથી સાજના ૪:૩૦ વાગે ગ્રામ પંચાયત છોડી જતા રહ્યા...

Image
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં માં બદલી થઈ આવેલ તલાટી  કિંજલ ગ્રામ પંચાયત માંથી સાજના ૪:૩૦ વાગે ગ્રામ પંચાયત છોડી જતા રહ્યા... @સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ વાત કરીએ તો તાજેતરમાંજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ત્રીસ જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીની પણ બદલી કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી હર્ષદ ચૌહાણની બદલી નાદરખાં ગ્રામ પંચાયતમાં કરવામાં આવી હતી અને નાદરખાં ગ્રામ પંચાયતના તલાટી કિંજલ ની બદલી વેજલપુર ગ્રામ પંચાયતમાં કરવામાં આવી હતી ત્યારે આજ રોજ તારીખ ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ કિંજલ તલાટી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતનો ચાર્જ સભાર્યો હતો એક તરફ સરકાર ના નીતિ નિયમો મુજબ ગ્રામ પંચાયતમા ૧૦:૩૦ થી લઈને સાંજના ૬:૧૦ સુધી તલાટીક્રમ મંત્રી એ ગ્રામ પંચાયતમાં હાજર ફરજીયાત રહેવું પડે તેવો સરકાર શ્રીના નીતિ નિયમો છે પણ જાણે વેજલપુર ગ્રામ પંચાયતમા નવા આવેલા તલાટીને આ નિયમોની ખબરજ ના હોય તેમ પોતાની મનમાની ચલાવી વેજલપુર ગ્રામ પંચાયત માંથી સાંજના ૪:૩૦ કલાકે ગ્રામ પંચાયત માંથી રફુચકર થઈ ગયા હતા ત્યારે વેજલપુર ગામના એક જાગ...

બળાત્કારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી શહેરા પોલીસ...

Image
બળાત્કારના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી શહેરા પોલીસ. @સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓએ નાસતા- ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ- તપાસમા રહી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને શહેરા પોલીસ મથકમાં દાખલ થયેલ શહેરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૭૦૬૧૨૩૦૧૯૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૭૬(૧) તથા પોક્સો અધિ ૨૦૧૨ ની કલમ-૪ મુજબના કામના આરોપી મોતીભાઇ ઉર્ફે રાકેશ અર્જુનભાઈ નાયક રહે.રમજીની નાળ તા.શહેરા નાઓ હાલ પોતાના ઘરે હોવાની હકિકતે પો.ઇન્સ.શ્રી એ પોલીસ મથકની સર્વેલન્સ ટીમને ઉપરોક્ત હકિકતની જાણ કરી સદરહુ આરોપીને પકડી લ...

વઘઇ નજીક આવેલ તકલીખાડીના હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાની મુર્તીમાં રહેલ આંખો ખંડીત કરાઈ

Image
વઘઇ નજીક આવેલ તકલીખાડીના હનુમાનજી  મંદિરમાં હનુમાનજી દાદાની મુર્તીમાં રહેલ આંખો ખંડીત કરાઈ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વઘઇ નજીક તકલીખાડીના હનુમાનજી મંદિરમાં કોઈ અસામાજીક તત્વોએ હનુમાનજીની મૂર્તિમાં લગાવેલ આંખો કાઢી લેતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ  ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ નજીક અને ડુંગરડા રોડ ઉપર આવેલ તકલીખાડીના હનુમાનજી દાદા પ્રત્યે વઘઇ નગર સહિત આજુબાજુના વિસ્તારોના ભક્તોજનોની મંદિર પ્રત્યે વર્ષોથી આસ્થા જોડાયેલી છે ત્યારે આ હનુમાનજીના મંદિરની મૂર્તિને કોઇ અજાણ્યા તત્ત્વોએ ખંડિત કરતાં કાયદાના રક્ષકો દોડધામમાં પડી ગયા છે. સમગ્ર કિસ્સામાં નોંધપાત્ર અને ગંભીર બાબત એ છે કે અગાઉ પણ આ ધાર્મિક સ્થાન અનિચ્છનીય હરકતનું ભોગ બન્યું હતું. હવે ફરી તકલીખાડીના હનુમાનજી મંદિરે હનુમાનજીની મુર્તીમાં લગાડેલ આંખો કાઢી લેવામાં આવતાં ભક્તોજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મૂર્તિને ખંડિત કરવાની આ ઘટના બીજી વખત બનતાં વઘઇ નગરના આગેવાનો અને યુવાઓ સહિત મંદિરના મહારાજે વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આ કૃત્યને અંજામ આપનારા અજ્ઞાત આરોપીઓ મૂર્તિની આંખો કાઢી ગયા હોવાનું ફરિયાદમાં...