કાલોલ તાલુકાના કરોલી ગામના છેવાડે રેહતા પશુપાલકની ભેંશ નું વન્ય પ્રાણીએ મારણ કર્યું
કાલોલ તાલુકાના કરોલી ગામના છેવાડે રેહતા પશુપાલકની ભેંશ નું વન્ય પ્રાણીએ મારણ કર્યું
પંચમહાલ જીલ્લા નાં કાલોલ તાલુકાના કરોલી ગામના છેવાડે આવેલા ખેતરોમાં ઘર બાંધી રહેતા રાઠવા નજરુભાઈ ના પાંચ વર્ષના પશુ નું મારણ કરી વન્ય પ્રાણીએ મિજબાની માણી હતી આ વાત ની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને અગાઉ પણ વન્ય પ્રાણી દ્રારા એક બળદનું મારણ કર્યું હતું
ત્યારે આજે બીજી વાર ઘટના બનતા ગ્રામલોકો માં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ઘર માલિકના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે બે વાગ્યાની આજુ બાજુનાં સમય ગાળામાં અચાનક વાઘ આવી જતા ઘર આંગણે બાંધી રાખેલ પશુઓ માંથી બાંધી રાખેલ પશુ નું મારણ કરી મિજબાની માણી રહ્યો હતો તેજ સમયે ઘર ના લોકોને ખબર પડતાં જ ઘરની બહાર નીકડી બુમાં બૂમ કરતા વાઘ ત્યાંથી જંગલ તરફ ભાગી ગયો હતો આં અંગેની વનવિભાગને જાણ કરતા જ વનવિભાગ ટીમ ઘટના સ્થળ પર પહોંચી મારણ કરેલ પશુ અને વન્ય પ્રાણીના પંજાના નિશાન જોવા મળ્યા હતા તે ઘટનાનું પંચોની રૂબરૂ નિરીક્ષણ કરી ઘર માલિકને જરૂરી સુચના આપી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Comments
Post a Comment