કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં માં બદલી થઈ આવેલ તલાટી કિંજલ ગ્રામ પંચાયત માંથી સાજના ૪:૩૦ વાગે ગ્રામ પંચાયત છોડી જતા રહ્યા...

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતમાં માં બદલી થઈ આવેલ તલાટી  કિંજલ ગ્રામ પંચાયત માંથી સાજના ૪:૩૦ વાગે ગ્રામ પંચાયત છોડી જતા રહ્યા...
@સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ

વાત કરીએ તો તાજેતરમાંજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ત્રીસ જેટલા તલાટીઓની બદલી કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટીની પણ બદલી કરવામાં આવી હતી જેમાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી હર્ષદ ચૌહાણની બદલી નાદરખાં ગ્રામ પંચાયતમાં કરવામાં આવી હતી અને નાદરખાં ગ્રામ પંચાયતના તલાટી કિંજલ ની બદલી વેજલપુર ગ્રામ પંચાયતમાં કરવામાં આવી હતી ત્યારે આજ રોજ તારીખ ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ કિંજલ તલાટી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતનો ચાર્જ સભાર્યો હતો એક તરફ સરકાર ના નીતિ નિયમો મુજબ ગ્રામ પંચાયતમા ૧૦:૩૦ થી લઈને સાંજના ૬:૧૦ સુધી તલાટીક્રમ મંત્રી એ ગ્રામ પંચાયતમાં હાજર ફરજીયાત રહેવું પડે તેવો સરકાર શ્રીના નીતિ નિયમો છે પણ જાણે વેજલપુર ગ્રામ પંચાયતમા નવા આવેલા તલાટીને આ નિયમોની ખબરજ ના હોય તેમ પોતાની મનમાની ચલાવી વેજલપુર ગ્રામ પંચાયત માંથી સાંજના ૪:૩૦ કલાકે ગ્રામ પંચાયત માંથી રફુચકર થઈ ગયા હતા ત્યારે વેજલપુર ગામના એક જાગૃત નાગરિક દ્વારા તેવોના પ્રશ્નો અંગેની અરજી લઈ ગ્રામ પંચાયતમાં આપવા માટે ગયા હતા ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતમાં જતા ત્યાં તલાટી હાજર જોવા મળ્યા નોહતા જેથી અરજી આપવા માટે ગયેલ જાગૃત નાગરિક દ્વારા તલાટીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે તલાટી સાહેબ દ્વારા જણાવ્યું હતું કે હું ગોધરા કામ અર્થે આવેલ છું તેમ જણાવ્યું હતું ત્યારે જાગૃત નાગરિક દ્વારા કાલોલ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારી પણ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી કિંજલ ઉપર ક્યાં અધિકારીઓના છુપા આર્શિદવાદ છે શું હવે વેજલપુર ગ્રામ પંચાયતમાં આવેલા તલાટી ઉપર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્યાં પ્રકાર ની કાર્યવાહી હાથ ધરશે? કે પછી ગુલાબી નોટોના પ્રસાદ લઈ વેજલપુર ગ્રામ પંચાયત ઉપર મહેરબાન રહેશે ત્યારે હવે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતની ઝીણવટ ભરી તપાસ કરે તો વેજલપુર ગ્રામ પંચાયતનો મસ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે હવે જોવું રહ્યું કે આ તલાટી ઉપર જિલ્લા વિહીવટી તંત્ર દ્વારા ક્યાં પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવું રહ્યું.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...