“ સલામત સવારી, એસ ટી અમારી “ સુત્રને સાર્થક કરતા આહવા ડેપોના કંડકટર

“ સલામત સવારી, એસ ટી અમારી “ સુત્રને સાર્થક કરતા આહવા ડેપોના કંડકટર  
@સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

અમદાવાદ - આહવા બસમા મહિલા મુસાફર સામાન ભુલી જતા બસ કંડકટરે સામાન પરત કર્યો 

 એસ ટી તંત્ર અને કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને પ્રમાણિકતાને ઉજાગર કરતો આહવા એસ ટી ડેપોને કિસ્સો પ્રકાશમા આવતા “ સલામત સવારી, એસ ટી અમારી “ સૂત્ર સાર્થક થવા પામ્યુ છે. 

તા. 23  માર્ચ 2023ના રોજ રાત્રે 8:30 કલાકે અમદાવાદ થી આહવા માટે ઉપડતી એસ ટી બસમા એક પરિવાર અમદાવાદ થી વડોદરા સુધી ની મુસાફરી માટે પોતાના જરૂરી સામાન સાથે બસમા સવાર થઈ વડોદરા પોતાની મુસાફરી પૂર્ણ કરી બસમા થી ઉતરી ગયા બાદ, ઘરે જઈ પોતાનુ સામાન તપાસતા રોકડ રકમ સહિત અગત્યના સામાન સાથે એક મહિલાનું પર્સ ક્યાંક ખોવાઇ જવાની જાણ થતા મુસાફરો ચિંતામા મુકાયા હતા.

અમદાવાદ-આહવા રૂટની બસના ફરજ ઉપરના કંડકટર કર્મચારી શ્રી સોલંકી રાજેશકુમાર લક્ષમણસિંહ આહવા, ડેપો  કંડકટર બેજ.નં 54A ની સમય સુચકતા થી ખોવાયેલપાકીટ તેઓના કબજામા આવતા, સહી સલામત આહવા ડેપો ખાતે જવાબદાર અધિકારીને જમા કરાવ્યુ હતુ. 

આહવા એસ ટીના કર્મચારીઓ દ્વારા માલસામાન અંગે તપાસ કરી મહિલાને જાણ કરી હતી. સાથે ખોવાયેલ પર્સ સહી સલામત એસ ટી ડેપો આહવા ખાતે છે તે અંગેની જાણ પણ મહિલાને કરવામાં આવી હતી. 

મહિલા દ્વારા સામાનની ઓળખ કરી તમામ ચીજ વસ્તુ તેમજ રોકડ 10,000 ની મત્તા સહી સલામત મેળવી ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે આહવા ડેપો મેનેજર શ્રી પરમાર તેમજ કંડકટર કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...