બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ ની જિલ્લા કારોબારી મળી.
બારડોલી ખાતે સુરત જિલ્લા ભાજપ ની જિલ્લા કારોબારી મળી.
સુરત જિલ્લા ભાજપ ની જિલ્લા કારોબારી મિટિંગ જિલ્લા પ્રમુખના સંદિપ ભાઈ દેસાઇ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખ શ્રી સંદિપ ભાઈ દેસાઇ, 23 - બારડોલી લોક સભા ના ઇન્ચાર્જ. શ્રી ઓ અશોક ભાઈ ધોરાજીયાા , ધારસભ્ય ગણપત ભાઈ વસાવા, પ્રભારી ભરત ભાઈ રાઠોડ , પ્રકાશ જી, દ્વારા આગામી લોકસભા ની ચૂંટણી ની કામગીરી અંગે બુથ સશક્તિકરણ અભીયાન અંતર્ગત પેજ સમિતી, બુથ સમિતી, મન કી બાત , કાર્યક્રમ, અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ત્યાર બાદ આ બેઠક માં જિલ્લા મહામંત્રીશ્રી યોગેશ ભાઈ પટેલ ના જન્મદિવસ નિમિતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેરછાઓ પાઠવવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સંદિપ ભાઈ દેસાઇ, ગણપત ભાઈ વસાવા, પ્રભારી ઇન્ચાર્જ શ્રી ઓ અશોકભાઈ ધોરાજીયા, મહેન્દ્ર ભાઈ પટેલ,પ્રભારી ભરત ભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ ભાઈ પટેલ, , વિસ્તરક મિતલ ભાઈ , સોશિયલ મીડીયા ના પ્રકાશ ભાઈ મહામંત્રી શ્રીઓ યોગેશ ભાઈ પટેલ, જગદીશ ભાઈ પારેખ, દીપક ભાઈ વસાવા, તથા તેજસ વશી. પ્રદેશ મીડીયા વિભાગ સદસ્ય , સોશિયલ મીડીયા ના પ્રકાશ ભાઈ , વિષતરક મિત્તલ ભાઈ , તથા જિલ્લા ના હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ મિટિંગ નું સંચાલન મહામંત્રી શ્રી જગદીશ ભાઈ પારેખે કર્યું હતું.અને આભાર વિધિ દીપક ભાઇ વસાવાાએ કરી હતી.
Comments
Post a Comment