ઘોઘંબા તાલુકાનાં શેરપુરા ગામનો યુવક રાયણીયાં ગામ નજીકથી કોતર માંથી મૃત હાલતમાં મળી આવતા પરિવાર આઘાતમાં
ઘોઘંબા તાલુકાનાં શેરપુરા ગામનો યુવક રાયણીયાં ગામ નજીકથી કોતર માંથી મૃત હાલતમાં મળી આવતા પરિવાર આઘાતમાં
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રાયણિયા ગામ નજીક આવેલ કોતર પાસેથી ઘોઘંબા તાલુકાનાં શેરપુરા ગામનો યુવક ગંભીર હાલતમાં મળી આવતાં તેનાં પરિવાર જનો દ્ધારા ડોક્ટર પાસે લઇ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યું હોવાનું જણાવ્યું હતું આ બનાવની મળતી વિગતો મુજબ ગઈ કાલે મૃત્યુ પામનાર શેરપુરા ગામનો યુવક સુનિલના પરિવારજનો ઉપર તેનાં કોઈ મિત્રનો ફોન આવેલ કે રાયણીયાં ગામ નજીક કોતર પાસે સુનિલ પડી રહેલ છે તો તમે જલ્દી આવો તેવું કહેતાં સુનિલનાં પરીવારજનો ઘટનાં સ્થળ ઉપર પહોંચેલ અને સુનિલને ત્યાં ગંભીર હાલતમાં પડેલો જોઈને ડોક્ટર પાસે લઈ ગયેલ જ્યાં ડોક્ટરે સુનિલને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ તેમનાં પરિવાર જનો દ્વારા વેજલપુર પોલીસને જાણ કરતાં પોલીસે તે મૃતક યુવકને કાલોલ રેફરલ હોસ્પિટલમાં પી.એમ માટે મોકલી આપી હતી મૃત્યું પામનાર સુનીલના પરિવારમાં તે જ મોટો દિકરો હતો અને અને ઘરની જવાબદારી નિભાવતો હતો જેથી આ રીતે જુવાન જ્યોત દીકરાનું અકાળે મૃત્યું થવાથી તેનાં પરીવારજનો પણ આઘાતમાં મુકાયા હતાં.
Comments
Post a Comment