વઘઇ નજીક આવેલ તકલીખાડીના હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાની મુર્તીમાં રહેલ આંખો ખંડીત કરાઈ
વઘઇ નજીક આવેલ તકલીખાડીના હનુમાનજી મંદિરમાં હનુમાનજી દાદાની મુર્તીમાં રહેલ આંખો ખંડીત કરાઈ
વઘઇ નજીક તકલીખાડીના હનુમાનજી મંદિરમાં કોઈ અસામાજીક તત્વોએ હનુમાનજીની મૂર્તિમાં લગાવેલ આંખો કાઢી લેતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ નજીક અને ડુંગરડા રોડ ઉપર આવેલ તકલીખાડીના હનુમાનજી દાદા પ્રત્યે વઘઇ નગર સહિત આજુબાજુના વિસ્તારોના ભક્તોજનોની મંદિર પ્રત્યે વર્ષોથી આસ્થા જોડાયેલી છે ત્યારે આ હનુમાનજીના મંદિરની મૂર્તિને કોઇ અજાણ્યા તત્ત્વોએ ખંડિત કરતાં કાયદાના રક્ષકો દોડધામમાં પડી ગયા છે. સમગ્ર કિસ્સામાં નોંધપાત્ર અને ગંભીર બાબત એ છે કે અગાઉ પણ આ ધાર્મિક સ્થાન અનિચ્છનીય હરકતનું ભોગ બન્યું હતું. હવે ફરી તકલીખાડીના હનુમાનજી મંદિરે હનુમાનજીની મુર્તીમાં લગાડેલ આંખો કાઢી લેવામાં આવતાં ભક્તોજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મૂર્તિને ખંડિત કરવાની આ ઘટના બીજી વખત બનતાં વઘઇ નગરના આગેવાનો અને યુવાઓ સહિત મંદિરના મહારાજે વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આ કૃત્યને અંજામ આપનારા અજ્ઞાત આરોપીઓ મૂર્તિની આંખો કાઢી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.અને આ કૃત્ય દ્વારા હિન્દુ સમાજની લાગણી દુભાવાઇ હોવાનો આરોપ પણ ફરિયાદમાં મુકાયો છે હાલ આવોજ બીજી વખત આ મંદિરમાં કિસ્સો બનતાં ભાવિકોમાં નારાજગી ફેલાઇ છે જયારે આ બનાવ અંગે વઘઇ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ હિન્દુ સમાજ દ્વારા કરાઈ છે
Comments
Post a Comment