નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીના ઉજવણી પર્વ નિમિત્તે ડાંગ ભાજપા યુવા મોરચા દ્વારા " રક્તદાન કેમ્પ " નું ભવ્ય આયોજન થયું
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીના ઉજવણી પર્વ નિમિત્તે ડાંગ ભાજપા યુવા મોરચા દ્વારા " રક્તદાન કેમ્પ " નું ભવ્ય આયોજન થયું સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ભારતીય સ્વતંત્ર સંગ્રામના અગ્રણી નેતા અને આઝાદ હિન્દ ફોજ ની રચના કરનારા અને ભારત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા નેતાજી સુભાષચંદ્ર બોઝ ના જન્મ જયંતિ ઉજવણી પર્વ નિમિત્તે સેવાકિય કાર્યનું બીડું ઉપાડવાના મંત્ર સાથે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડૉ. આંબેડકર ભવનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડાંગ ભાજપ ના મહામંત્રી , કિશોરભાઈ ગાવીત , ઉપપ્રમુખ ગીરીશભાઈ મોદી, આહવા મંડળના અધ્યક્ષ સંજયભાઈ વ્યવહારે , મહામંત્રી સતિષભાઈ સૈદાને , બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ વિશ્વનાથ ભાઈ મહાલે, લઘુમતી મોરચાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ માસ્ટર, સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ ના જિલ્લા સંયોજક નકુલભાઈ જાદવ, યુવા મોરચાના મહામંત્રી આઝાદ સિંહ બઘેલ, દીપકભાઈ જાદવ , એસી મોરચાના મહામંત્રી મયુરભાઈ બિરાદે, યુવા મોરચા આહવા મંડળના અધ્યક્ષ જીગર પટેલ , ગ્રામ પંચાયતના સભ્યશ્રી ધર્મેશ ચૌહાણ, યુવા મો...