ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ‘’માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩’’ નું આયોજન કરાયુ

ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ‘’માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩’’ નું આયોજન કરાયુ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

 માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ ની ઉજવણી નિમિત્તે તારીખ ૧૧-૧-૨૦૨૩ના રોજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ડાંગ ખાતે કલેકટર તથા જિલ્લા માર્ગ સલામતિ સમિતિના અધ્યક્ષશ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાની ઉપસ્થિતીમા કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. 

માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ નિમિત્તે ઈ.ચા.સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી સી.આર.પટેલ દ્વારા સ્વાગત ઉદ્દબોઘન કરવામા આવ્યુ હતુ. તેમજ કેન્દ્ર સરકારની ‘‘ગુડ સમરીટન સ્કીમ’’ અંગેની માહિતી પ્રોગ્રામમા હાજર રહેલા વાહન ચાલકોને આપવામા આવી હતી.
કલેકટરશ્રી તથા જિલ્લા માર્ગ સલામતિ સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા દ્રારા વાહન ચાલકોને દ્રિચકી વાહન ચલાવતી વખતે હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરવા, તેમજ ફોર વ્હીલ વાહન ચલાવતી વખતે હંમેશા સીટબેલ્ટનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામા આવ્યો હતો. 

કલેકટરશ્રીએ ગુડ સમરીટન સ્કીમ વિશે વિસ્તારથી માહિતી આપી હતી, તેમજ માર્ગ અકસ્માતગ્રસ્તોની મદદમા લોકો આગળ આવે, અને ગુડ સમરીટન બને તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રોગ્રામના અંતે વાહન ચાલકોને માર્ગ સલામતિને સંલંગ્ન ''સલામત ડ્રાઇવિંગના માર્ગે’’ અને ''ટ્રાફિક નિશાનીઓ’’ પુસ્તિકાઓને વહેંચવામા આવી હતી. તેમજ ‘‘માર્ગ સુરક્ષા માટે સોનેરી નિયમો’’ ની પત્રીકાઓ વહેંચવામા આવી હતી. 
            
પ્રોગ્રામ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા પ્રોગ્રામમાં હાજર રહેલ વાહન ચાલકોની આંખની તપાસ તેમજ બ્લડપ્રેશર તથા સુગરની તપાસણી અંગેનો કાર્યક્રમ આયોજન કરવામા આવ્યુ હતુ.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...