છેલ્લા આઠેક વર્ષથી પાસાના કામે અટકયાત ટાળવા નાસતા - ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ
છેલ્લા આઠેક વર્ષથી પાસાના કામે અટકયાત ટાળવા નાસતા - ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી શહેરા પોલીસ
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.આર.રાઠોડ સાહેબ નાઓએ નાસતા-ફરતા આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી, હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ-તપાસમા રહી નાસતા - ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે પાસા વોરંટ ક્રમાંક: એલ.સી.બી./પાસા/૧૧૭/૧૪ તા.૨૧/૦૫/૨૦૧૪ ના કામનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી રોડસિંહ ઉર્ફે ગૌતમ દુજારનસિંહ રાજપુત રહે.લહાવતફલા બસ્સી સીંગાવત તા.સલુમ્બર જી.ઉદેપુર રાજસ્થાન નાનો હાલ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહે છે. તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે. ની સર્વેલન્સ ટીમના માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી સદરહુ આરોપીને પકડી લાવવા સુચના કરતા શહેરા પો.સ્ટે. ના સર્વેલન્સ ટીમના માણસોએ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં જઇ સદરહુ આરોપીની તપાસ કરતા સદરહુ આરોપી હાલ બોપલ વિસ્તારની આબાદનગર સોસાયટીમાં રહેતો હોવાની હકિકતે બાતમી મુજબના વર્ણન વાળો એક ઇસમ મળી આવતા સર્વેલન્સ ટીમના માણસોએ સદરહુ ઇસમને કોર્ડન કરી પકડી સદરહુ ઇસમનુ નામઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ રોડસિંહ ઉર્ફે ગૌતમ દુજારનસિંહ ઉર્ફે દુર્જનસિંહ રાજપુત ઉવ.૨૮ મુળ રહે.રઘાવતફલા સીંગાવત બસ્સી તા.સલુમ્બર જી.ઉદેપુર રાજસ્થાન હાલ રહે.આબાદનગર સોસાયટી, બોપલ, અમદાવાદ નો હોવાનું જણાવેલ જેથી ઉપરોકત પાસા વોરંટના કામે સદરહુ આરોપીને ડીટેઇન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે
Comments
Post a Comment