ડાંગ જિલ્લાના 2 પોલીસકર્મીઓને ડીજીપી કૉમેન્ડેશન ડિસ્કથી સન્માનિત કરાયા
ડાંગ જિલ્લાના 2 પોલીસકર્મીઓને ડીજીપી કૉમેન્ડેશન ડિસ્કથી સન્માનિત કરાયા
જિલ્લાના 2 પોલીસકર્મીઓને "સિલ્વર ડિસ્ક" એનાયત
પોલીસ વિભાગમા સારી કામગીરી કરવા બદલ, પોલીસકર્મીઓને સન્માનિત કરવા માટે ગાંધીનગર ખાતે યોજાયેલ ડીજીપી કૉમેન્ડેશન ડિસ્ક કાર્યક્રમ અંતર્ગત, ડાંગ જિલ્લાના 2 પોલીસ કર્મીઓને "સિલ્વર ડિસ્ક" એનાયત કરવામા આવ્યા હતા.
ડાંગ જિલ્લામા 2022-23ના વર્ષમા શ્રેષ્ઠ કામગીરી બદલ (1) પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર મનહરલાલ પટેલ, બકલ નંબર 214 (2) કોન્સ્ટેબલ સીતારામભાઈ સુકરભાઈ, બકલ નંબર 201ને રાજ્યના પોલીસ વડા શ્રી આશીષ ભાટીયા દ્વારા "સિલ્વર ડીસ્ક" એનાયત કરી સન્માનિત કર્યા હતા.
પોલીસ વિભાગમા સારી કામગીરી બદલ મળેલ સન્માનથી ડાંગ જિલ્લાના પોલીસ કર્મચારીઓને પોલીસ પરિવારવતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામા આવ્યા હતા.
Comments
Post a Comment