ડાંગ જિલ્લા આરોગ્ય કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
ડાંગ જિલ્લા આરોગ્ય કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ
PC & PNDT Act-1994 અંતર્ગત શ્રીમતી સુનિતાબેન બાગુલ અધ્યક્ષશ્રી, નારી અદાલત આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લા ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટીની બેઠક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ચેમ્બરમાં યોજવામા આવી હતી.
ડિસ્ટ્રિક્ટ એડવાઈઝરી કમિટિની બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હિંમાશુ ગામિત દ્વારા માસ દરમ્યાન PC & PNDT Act-1994 અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ તમામ સંસ્થાઓ દ્વારા ભરવામા આવતા સોનોગ્રાફી form-F મા સંપૂર્ણ તેમજ સ્પષ્ટ વિગત ભરવા જણાવવામા આવ્યુ હતુ. તેમજ સોનોગ્રાફીના ફોર્મ સમયસર ઓનલાઇન એન્ટ્રી કરી દર માસની 5 તારીખ સુધીમા જિલ્લા કક્ષાએ જમા કરવા જણાવ્યુ હતુ.
ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીના સભ્ય સ્વ.શ્રી ગાંડાભાઈ પટેલનુ અવસાન થતા તેઓની જગ્યાએ નવા કમિટી સભ્યની નિમણુંક કરવા વધુમા જણાવ્યુ હતુ.
આ બેઠકમા આહવા સિવિલ આર.એમ.ઓ શ્રી ડો. રિતેશ ભ્રમભટ્ટ, માઈક્રોબાયોલોજીસ્ટ શ્રીમતી ડો. હેતલ રાઠોડ, બાળરોગ નિષ્ણાંત શ્રી ડો. ભાવિન એસ. પટેલ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ શ્રી ઉમાકાન્તભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment