વઘઈની ૧૯ વર્ષિય યુવતિ ગુમ થઈ
વઘઈની ૧૯ વર્ષિય યુવતિ ગુમ થઈ
ડાંગ જિલ્લાના વઘઈ ખાતે રહેતી એક ૧૯ વર્ષિય યુવતિ ગત તા.૧ લી જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ સાંજના છ વાગ્યાના સમય આસપાસ ગુમ થવા પામી છે.
ડાંગના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા તરફથી મળેલી વિગતો અનુસાર, વઘઈ મેઈન બજારમાં રહેતા, શ્રી અજયભાઈ પટેલની પુત્રિ નામે હેન્સી અજયભાઈ પટેલ, ઉક્ત તારીખ અને સમયે મેઈન બજારના તેમના ઘરે થી દુકાને જાઉં છું એમ કહીને ક્યાંક નિકળી ગયેલ છે.
આ બાબતની ગત તા. ૧૦/૦૧/૨૦૨૩ ના રોજ વઘઈ પોલીસ સ્ટેશને નોંધાયેલી જાણવા જોગ ફરિયાદના આધારે, પોલીસે તેની શોધાખોળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુમ થનાર યુવતિના પોલીસ ચોપડે નોંધાયેલ વર્ણન મુજબ મધ્યમ બાંધાની આશરે ૫ ફૂટ ઊંચાઈની ગૌર વર્ણ ધરાવતી ૧૯ વર્ષિય આ યુવતિના વાળ, અને આંખનો રંગ કાળો તથા ચહેરો લંબગોળ છે.
આ યુવતિ ગુમ થઈ ત્યારે તેણીએ ગ્રીન કલરનો ચોકડી વાળો બાંધણી ટોપ, તથા ગુલાબી રંગની લેગીસ, અને કાળા રંગનું કોલરવાળુ સ્વેટર પહેર્યું હતું. આ યુવતિ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જો કોઈને આ વર્ણનવાળી યુવતિની ભાળ કે પતો મળે તો તાત્કાલિક વઘઈ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા પણ વધુમાં જણાવાયું છે.
Comments
Post a Comment