Posts

Showing posts from January, 2022

સુરતના ડિંડોલી વિસ્તારમાં બે વર્ષના બાળકના અપહરણ થયાની ઘટના બાદ 72 કલાક બાદ બાળકને સુધી પાણી એક મહિનાની સુરત પોલીસે કરી ધરપકડ...

Image
બાળકના અપહરણ બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી બાળકના પિતા જેલમાં હોવાને લઇને મહિલા અને સંતાન હોવા ના કારણે બાળક નું કહ્યું હતું અપહરણ... સરદાર ન્યૂઝ સુરત  સુરતના ડિંડોલી વિસ્તારમાં બે વર્ષના માસૂમ બાળકનું અપહરણ થયાની વિગતો સાથે આવતાની સાથે સુરતના ડિંડોલી પોલીસ હરકતમાં આવી હતી અને સુરત પોલીસની અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધખોળ શરૂ કરી હતી જોકે વાળા બાળકો સાથે દુષ્કર્મની ઘટના વધી હોવાને લઇને પોલીસ સ્ટેશન માં બાળકનો ફોટો વાયરલ કર્યો હતો જેના આધારે 72 કલાક બાળક મળી આવ્યો હતો બાળકનું અપહરણ કરનાર મહિલાની સુરત પોલીસે ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે સુરતમાં ઘર નજીક રમતા નાના બાળકોના અપહરણની ઘટના બાદ આવા બાળકો સાથે  દુષ્કર્મ આચર્યા બાદ તેમની હત્યા નીઘટના  સતત વધી  રહી છે તેવામાં આવી કોઈ ઘટના પોલીસ ને જાણકારો મળતા પોલીસ આવા બાળકો શોધવાની કામગીરી પર લાગી જતા હોય છે જેથી તેમની સાથે દુસ્કરમ કે તેની હત્યા થાય પહેલા શોધી કાળવાની કામગીરી કરતા હોય છે ત્યારે સુરતના ભેસ્તાન આવાસ ખાતે રહેતા એક બે વર્ષના બાળકનું બે દિવસ ...

ઘર ના વાડા માંથી લાકડા કેમ લીધા એવું કહી એક વૃદ્ધાએ બીજી વૃદ્ધ મહિલાને માથામાં કુહાડી મારી મોતને ઘાટ ઉતારી....

Image
માંગરોળ ના ઘોડબાર ગામની ઘટના.... હુમલાખોર વૃદ્ધ મહિલાની પોલીસે ધરપકડ કરી... સરદાર ન્યૂઝ:- રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત સુરતના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામમાં એક વૃદ્ધ મહિલાએ પોતાના ઘરના વાડા માંથી જલાઉ લાકડા લઇ લેવાનો બીજી મહિલા પર આરોપ લગાવી કુહાડી વડે હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે... ઘોડબાર ગામે રહેતી રમીલાબેન ધનાભાઈ ચૌધરી ઉંમર ૬૫ વિધવા તરીકે જીવન ગુજારતી હતી મહિલા ઘરના ઓટલા ઉપર રાત્રે ખાટલામાં સૂતી હતી ત્યારે  બાજુમાં રહેતી અન્ય એક વૃદ્ધ મહિલા નામે કાલુબેન રેવજીભાઈ ચૌધરી પોતાના ઘરેથી કુહાડી લઈ ને રમીલાબેન ના ઘરે આવી હતી અને જોર જોર થી ગાળા ગાળી કરી કહેતી હતી કે બીપી મારા ઘરના વાડામાંથી જલાઉ લાકડા લઇ તું કેમ સળગાવે છે તને હું આજે જાનથી મારી નાખીશ એવું કહી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઇ જઇ કાલુબેને રમીલાબેન ના માથામાં કુહાડીનો ઘા કરતા રમીલાબેન નું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર કરૂણ મોત નિપજયું હતું આ સમયે તેમની પુત્રવધુ કાજલબેન વિપુલ ભાઈ ચૌધરી દોડી આવી હતી તેમજ બૂમાબૂમ કરતાં અન્ય ફળિયાના રહીશો પાયલભાઈ રામદાસભાઈ, છનીયાભાઈ દુલીયાભાઈ ચૌધર...

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને સાંસદ પ્રભુભાઈ વસાવા ની પ્રબળ રજૂઆતને પગલે...

Image
માંડવી ના આમલીડેમમાં અકસ્માતે ડુબી જનાર ૭ મૃતકો ના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪ લાખ ની સહાય મંજુ૨ કરાઇ... સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત સુરત ના માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા ની પ્રબળ રજૂઆતને પગલે માંડવીના આમલી ડેમ માં અકસ્માતે ડૂબી જીવ ગુમાવનારા સાત મૃતકો નાં પરિવાર માટે મુખ્ય મંત્રી રાહત ફંડ માંથી રૂપિયા ચાર ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી  સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના ૧૦ ખેડૂતો ખેત મજૂરો તા.૧૧-૧-૨૦૨૨ ના રોજ નાવડીમાં બેસી આમલીડેમના સામેના ટેકરા ઉપર ઘાસચારો લેવા જતા હતા. તે સમયે અચાનક નાવડી ઉંધી થઈ જેમાં મીરાભાઈ ડેભાભાઈ વસાવા ઉ.વ.૭૦ ૨ાલુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, મગનભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૦,  રાયકુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, પુનીયાભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૫,  દેવનીબેન પુનીયાભાઈ વસાવા ઉ.વ.૬૩ તથા ગીમલીબેન રામસિંગભાઈ વસાવા ઉ.વ.૬૨ નું મરણ થયેલ  આ બાબતની જાણ પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને માન.સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાને થતા તેમણે ઘટના સ્થળની મુલાકાત લી...

તાપી જિલ્લા વિકાસ અધિકારી કન્ટેન્મેન્ટ ઝોન ઉકાઈ,સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પટલ સોનગઢ,૫રા.આ.કેન્દ્ર ઉખલદાની મુલાકાત લીધી....

Image
સોનગઢ ખાતે RTPCR Lab સત્વરે કાર્યરત કરવા તાકીદ કરતા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા... સરદાર ન્યૂઝ :-તાપી/સોનગઢ આજ રોજ તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન ઉકાઇ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉખલદા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ સોનગઢની મુલાકાત કરવામાં આવી હતી. કોવિડની ત્રીજી લહેર સમગ્ર વિશ્વમાં ઝડપભેર ફેલાઈ રહી છે ત્યારે આ વૈશ્વિક મહામારીને નાથવા સરકારશ્રી દ્વારા અનેક ઉપાયો શરૂ કરી દેવામાં આવ્યા છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં ઉકાઇ ખાતે કન્ટેઇનમેન્ટ ઝોનની કામગીરી, RBSK ટીમ કામાગીરી ૧૫ થી ૧૭ વર્ષના બાળકોના વેક્સિનેશન અને પ્રચાર પ્રસારની કામગીરીની જિલ્લા વિકાસ અધિકારી કાપડીયાએ સમીક્ષા કર્યા બાદ દર્દી સાથે સ્થળ પર  મોબાઈલ દ્વારા વાત કરી  તેમની તબિયત પુછવામાં આવી હતી. વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉખલદા ખાતે એક્ટિવ કેસ, કંટેઈનમેન્ટ ઝોન, કોવીડ સર્વેલેન્સની કામગીરી, આર. ટી.પી.સી.આર. ટેસ્ટ ની વિગતવાર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ સોનગઢ ખાતે શ...

ડાંગ એક્સપ્રેસ દોડવીર મુરલી ગાંવીતે સ્પેનમાં 28.42 મિનિટમાં દોડી વધુ એક રેકોર્ડ કરી દેશનું નામ રોશન કર્યું છે...

Image
ડાંગ જિલ્લામાં કુમારબંધ ખાતે રહેતા આદિવાસી દોડવીર મુરલી ગાંવીતે દેશ વિદેશમાં અનેક મેડલો મેળવ્યા બાદ  હાલે સ્પેન ખાતે ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય દોડમાં 10 કિમિ 28.42 મિનિટમાં પૂર્ણ કરી દેશનું ગૌરવ વધાર્યું છે... સરદાર ન્યૂઝ :- ડાંગ તેણે વર્ષ 2019માં પંજાબ ખાતે  23મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ દિવસે 500 મીટર દોડમાં 13.54 મિનિટમાં અને બીજા દિવસે 10000 મિટર દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બબ્બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ત્યારબાદ કોરોના મહામારી ના પગલે બે વર્ષના વિરામ બાદ સ્પેન ખાતે દોડમાં ભાગ લેતા 10 કિમિ ની દોડ 28.42 મિનિટમાં પૂર્ણ કરી ડાંગનું નામ ફરી આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતું કરી ગૌરવ વધાર્યું છે.

ડાંગ સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી...

Image
ડાંગ સક્રિય પત્રકાર સંધ ના પ્રમુખ તરીકે પાંડુભાઇ ચૌધરી અને મહામંત્રી તરીકે ચિરાગ પંચાલ ની વરણી કરવા માં આવી... #સરદાર ન્યૂઝ :- ડાંગ ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ ડાંગની એક બેઠક આહવા સર્કિટ હાઉસ પર રાખવામાં આવી હતી.જેમાં ડાંગ જિલ્લાના તમામ પત્રકારો ભેગા થઇ સર્વાનુમતે સને-૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ માટે સંઘના પ્રમુખ તરીકે પાંડુભાઇ ચૌધરી ઉપપ્રમુખ તરીકે નિલેશ સુરતી મહામંત્રી તરીકે ચિરાગ પંચાલ ખજાનચી તરીકે લક્ષમણ બાગુલ ની વરણી કરવામાં આવી હતી સંગઠન ના સભ્ય સુનિલ શર્મા, જીતુ પરમાર, શૈલેષ સોલંકી, વનરાજ પવાર, હિતાર્થ પટેલ, રોનક જાની, કેતન પટેલ અને હેમંત હડસ હાજર રહ્યા હતા.જયારે આ બેઠકમાં જિલ્લાના વિવિધ સમસ્યાઓ તેમજ પત્રકાર સંગઠનને મહત્વ આપી એકતા રાખવા સુચનોની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવ નિયુકત થયેલ સંઘના પ્રમુખ પાંડુભાઇ ચૌધરી  એ જણાંવ્યુ હતું કે પત્રકારોની કોઇપણ સમસ્યા હોય કે જિલ્લા અન્ય સમાજને લગતા સમસ્યાના પ્રશ્નો હોય તો તે બધા પત્રકારો સંગઠીત થઇ સહકારની ભાવના સાથે એક થઇ કામ કરવું તેમ જણાવ્યુ હતું.જયારે ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંધ ના પ્રમુખ તરીકે ની પાંડુભાઇ ચૌધરી ની વરણી...

સુરતની તરુણી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી કપલ બોકસમાં શરીરસંબંધ બાંધી વિડીયો બનાવી વાયરલ કરવાની ઘટના સામે આવી છે..

Image
પોલીસે તરુણીના મિત્ર, વિડીયો વાયરલ કરનાર મિત્ર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની ધરપકડ કરી છે.. સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.સુરત:-અક્ષય વાઠેર    સુરતની ૧૬ વર્ષની તરૂણી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોકસમાં શરીરસંબંધ બાંધી વિડીયો બનાવી લીધો હતો. તે વિડીયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પણ તેણે નહી સ્વીકારતા વિડીયો વાયરલ કરી દીધો હતો. સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રતકલાકાર તરીકે કામ કરતા યુવાનની પુત્રી સાથે આ ઘટના બનવા પામી છે. શનિવારના રોજ પિતાને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીનો વિડીયો મોકલું છું, તે જોવાય તેવો નથી, તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વિડીયો માતાએ જોતા તેમાં પુત્રી નગ્નાવસ્થામાં કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. છોકરા વિશે પૂછતા બે વર્ષ અગાઉં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા હોવાનું જણાવ્યું હતું. આ યુવકે તરુણીને પહેલા બહેન બનાવી હતી. અને તેને મળવા બોલાવતા બંને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. જ...

ધોરણ 10 વિધાર્થીની પ્રેમી યુવક પરિવાર લગન માટે દબાણ કરતા કિશોરી ઝેરી દવા પીને કર્યો આપઘાત...

Image
કિશોરી આપઘાત પહેલા ઘટના જાણકારી માતાને આપી કર્યો આપઘાત : કિશોરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો... સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.સુરત:-અક્ષય વાઠેર  સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. પાંડેસરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી ગયો છે... પાંડેસરામાં 15 વર્ષીય ઝેરી દવાપીને કરી લીધો હતો. જોકે આ આપઘાત પાછળ પ્રેમી લગ્ન માટે દબાણ કરતો હોવાનો મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે. દીકરીના આપઘાત બાદ તેના પિતાએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત વિદ્યાર્થિનીઓના આપઘાતની ચોંનાવાનારી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં ધો.10ની વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતા આપઘાત કર્યો હોવાના પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ત્યાં જ યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. મૃતક વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી હતી. રવિવારની બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી સાંજે મધુ...