પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને સાંસદ પ્રભુભાઈ વસાવા ની પ્રબળ રજૂઆતને પગલે...
માંડવી ના આમલીડેમમાં અકસ્માતે ડુબી જનાર ૭ મૃતકો ના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ૪ લાખ ની સહાય મંજુ૨ કરાઇ...
સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
સુરત ના માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા ની પ્રબળ રજૂઆતને પગલે માંડવીના આમલી ડેમ માં અકસ્માતે ડૂબી જીવ ગુમાવનારા સાત મૃતકો નાં પરિવાર માટે મુખ્ય મંત્રી રાહત ફંડ માંથી રૂપિયા ચાર ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી
સુરત જિલ્લાના માંડવી તાલુકાના દેવગીરી ગામના ૧૦ ખેડૂતો ખેત મજૂરો તા.૧૧-૧-૨૦૨૨ ના રોજ નાવડીમાં બેસી આમલીડેમના સામેના ટેકરા ઉપર ઘાસચારો લેવા જતા હતા. તે સમયે અચાનક નાવડી ઉંધી થઈ જેમાં મીરાભાઈ ડેભાભાઈ વસાવા ઉ.વ.૭૦ ૨ાલુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, મગનભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૦, રાયકુબેન મગનભાઈ વસાવા ઉ.વ.૫૫, પુનીયાભાઈ નગરીયાભાઈ વસાવા ઉ.વ.૬૫, દેવનીબેન પુનીયાભાઈ વસાવા ઉ.વ.૬૩ તથા ગીમલીબેન રામસિંગભાઈ વસાવા ઉ.વ.૬૨ નું મરણ થયેલ આ બાબતની જાણ પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને માન.સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાને થતા તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મરણ પામેલ મૃતકોને સરકારશ્રીમાંથી જરૂરી સહાય મળે તે માટે માન.કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ, માન.કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માન.સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ સંદિપભાઈ દેસાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને માન.મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ ૨જુઆત ક૨તા સરકાર મૃત્યુ પામનાર દરેક મૃતકો ના પરિવાર માટે રૂા.૪ લાખની સહાય મંજુર કરવાનો નિર્ણય મુખ્યમંત્રી એ કર્યો હતો સરકારશ્રી તરફથી સહાય મળતા દેવગીરી ગામનાં પ્રજાજનો તથા માંડવી તાલુકાના આગેવાનો એ માન.કેબીનેટ મંત્રી નરેશભાઈ પટેલ, માન.કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, માન.સાંસદ પ્રભુભાઈ વસાવા તથા સુરત જિલ્લા ભાજપા પ્રમુખશ્રી સંદિપભાઈ દેસાઈએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને માન.મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે.
Comments
Post a Comment