સુરતની તરુણી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી કપલ બોકસમાં શરીરસંબંધ બાંધી વિડીયો બનાવી વાયરલ કરવાની ઘટના સામે આવી છે..

પોલીસે તરુણીના મિત્ર, વિડીયો વાયરલ કરનાર મિત્ર અને કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર મિત્રની ધરપકડ કરી છે..

સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.સુરત:-અક્ષય વાઠેર   
સુરતની ૧૬ વર્ષની તરૂણી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવ્યા બાદ યુવાને સરથાણાના હાર્ટ ટુ હાર્ટ કાફેના કપલ બોકસમાં શરીરસંબંધ બાંધી વિડીયો બનાવી લીધો હતો. તે વિડીયો મિત્રને મોકલ્યા બાદ મિત્રએ તરુણીને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પણ તેણે નહી સ્વીકારતા વિડીયો વાયરલ કરી દીધો હતો. સિંગણપોર વિસ્તારમાં રહેતા અને વરાછા ખાતે રતકલાકાર તરીકે કામ કરતા યુવાનની પુત્રી સાથે આ ઘટના બનવા પામી છે. શનિવારના રોજ પિતાને સુરેન્દ્રનગરમાં રહેતા એક મિત્રએ ફોન કરી કહ્યું હતું કે તમારી દીકરીનો વિડીયો મોકલું છું, તે જોવાય તેવો નથી, તમારી પત્નીને જોવા આપશો. મિત્રએ મોકલેલો વિડીયો માતાએ જોતા તેમાં પુત્રી નગ્નાવસ્થામાં કોઈ છોકરા સાથે શરીર સંબંધ બાંધતી હતી. છોકરા વિશે પૂછતા બે વર્ષ અગાઉં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા સચીન કુકડીયા હોવાનું જણાવ્યું હતું. આ યુવકે તરુણીને પહેલા બહેન બનાવી હતી. અને તેને મળવા બોલાવતા બંને સિંગણપોર સિલ્વર સ્ટોન આર્કેડ પાસે મળ્યા હતા. જ્યાંથી યુવક તેને સરથાણા જકાતનાકા સ્થિત અવધ વાઇસરોયના ધ હાર્ટ ટુ હાર્ટ કાફેમાં કપલ બોક્સમાં લઇ જઈને તરુણી સાથે બળજબરી પૂર્વક લગ્નની લાલચ આપી તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને ચોરી છૂપીથી વિડીયો પણ બનાવી દીધો હતો. જો કે તરુણીએ ખોટું થયું તેમ કહેતા યુવકે ગભરાવાની જરૂર નથી મેં ઘણી છોકરીઓ સાથે સંબંધ બાંધ્યો છે તેવું જણાવ્યું હતું. આ ઘટના નાદ યુવકના અન્ય એક મિત્રએ ફ્રેન્ડ બનવા માટે દબાણ કરતા તરુણીએ ઇનકાર કર્યો હતો જેથી તેનો વિડીયો વાયરલ કરી દીધો હતો. તે મળતા તેના પિતાએ જાણ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે તરુણીના મિત્ર સચીન ભરતભાઇ કુકડીયા, કાફેમાં કપલ બોક્સ બુક કરાવનાર કિશન રામજીભાઇ ડાભી અને અને વિડીયો વાયરલ કરનાર મિત્ર વૈભવ અશોકભાઇ બગદરિયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...