ડાંગ એક્સપ્રેસ દોડવીર મુરલી ગાંવીતે સ્પેનમાં 28.42 મિનિટમાં દોડી વધુ એક રેકોર્ડ કરી દેશનું નામ રોશન કર્યું છે...

ડાંગ જિલ્લામાં કુમારબંધ ખાતે રહેતા આદિવાસી દોડવીર મુરલી ગાંવીતે દેશ વિદેશમાં અનેક મેડલો મેળવ્યા બાદ  હાલે સ્પેન ખાતે ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય દોડમાં 10 કિમિ 28.42 મિનિટમાં પૂર્ણ કરી દેશનું ગૌરવ વધાર્યું છે...

સરદાર ન્યૂઝ :- ડાંગ
તેણે વર્ષ 2019માં પંજાબ ખાતે  23મી ફેડરેશન કપ નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં પ્રથમ દિવસે 500 મીટર દોડમાં 13.54 મિનિટમાં અને બીજા દિવસે 10000 મિટર દોડ 29.21 મિનિટમાં પૂર્ણ કરી બબ્બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. ત્યારબાદ કોરોના મહામારી ના પગલે બે વર્ષના વિરામ બાદ સ્પેન ખાતે દોડમાં ભાગ લેતા 10 કિમિ ની દોડ 28.42 મિનિટમાં પૂર્ણ કરી ડાંગનું નામ ફરી આંતરરાષ્ટ્રીય ફલક પર ગુંજતું કરી ગૌરવ વધાર્યું છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...