ધોરણ 10 વિધાર્થીની પ્રેમી યુવક પરિવાર લગન માટે દબાણ કરતા કિશોરી ઝેરી દવા પીને કર્યો આપઘાત...
કિશોરી આપઘાત પહેલા ઘટના જાણકારી માતાને આપી કર્યો આપઘાત :કિશોરીએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી પડ્યો હતો...
સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.સુરત:-અક્ષય વાઠેર
સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતની ઘટના સામે આવી છે. પાંડેસરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી ગયો છે...
પાંડેસરામાં 15 વર્ષીય ઝેરી દવાપીને કરી લીધો હતો. જોકે આ આપઘાત પાછળ પ્રેમી લગ્ન માટે દબાણ કરતો હોવાનો મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે. દીકરીના આપઘાત બાદ તેના પિતાએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સતત વિદ્યાર્થિનીઓના આપઘાતની ચોંનાવાનારી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં ધો.10ની વિદ્યાર્થીનીના આપઘાત પાછળ પ્રેમીએ લગ્ન માટે દબાણ કરતા આપઘાત કર્યો હોવાના પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ત્યાં જ યુવક અને તેની માતા કિશોરી પર લગ્ન માટે દબાણ કરતાં હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. મૃતક વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી હતી.
રવિવારની બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મોડી સાંજે મધુનું મોત નીપજ્યું હતું.મધુ મહોલ્લાના એક હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને એની માતા લગ્ન માટે દબાણ કરતા માનસિક તણાવમાં આવેલી મધુએ તમામ હકીકત માતાને જણાવી દીધી હતી. શનિવારની રાત્રે પત્નીએ આ વાત મને કહેતા મેં મધુને અભ્યાસ પર ધ્યાન આપવા જ પ્રેમથી સમજાવી હતી.ટ્યુશન ગયેલી મધુ ઘરે આવ્યા બાદ થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા.યુપીના રહેવાસી સંજય પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ મીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીના મોતને લઈ આઘાતમાં હોવા છતાં આજે સવારે બદમાશ યુવક ઘર નજીક આંટા-ફેરા મારી બાઈકના હોર્ન વગાડી પોતે આવ્યો હોવાનું દીકરીને સિગ્નલ આપતો દેખાયો હતો. જોકે કિશોરી આપઘાત પહેલા મમ્મી, એક વાત કહું, મારતી નહિ, હું એક છોકરા સાથે વાત કરું છું. હવે એ અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેવી જાણકારી આપી આપઘાત કરી લેતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે
Comments
Post a Comment