ડાંગ સક્રિય પત્રકાર સંઘના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી...
ડાંગ સક્રિય પત્રકાર સંધ ના પ્રમુખ તરીકે પાંડુભાઇ ચૌધરી અને મહામંત્રી તરીકે ચિરાગ પંચાલ ની વરણી કરવા માં આવી...
#સરદાર ન્યૂઝ :- ડાંગ
ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંઘ ડાંગની એક બેઠક આહવા સર્કિટ હાઉસ પર રાખવામાં આવી હતી.જેમાં ડાંગ જિલ્લાના તમામ પત્રકારો ભેગા થઇ સર્વાનુમતે સને-૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ માટે સંઘના પ્રમુખ તરીકે પાંડુભાઇ ચૌધરી ઉપપ્રમુખ તરીકે નિલેશ સુરતી મહામંત્રી તરીકે ચિરાગ પંચાલ ખજાનચી તરીકે લક્ષમણ બાગુલ ની વરણી કરવામાં આવી હતી સંગઠન ના સભ્ય સુનિલ શર્મા, જીતુ પરમાર, શૈલેષ સોલંકી, વનરાજ પવાર, હિતાર્થ પટેલ, રોનક જાની, કેતન પટેલ અને હેમંત હડસ હાજર રહ્યા હતા.જયારે આ બેઠકમાં જિલ્લાના વિવિધ સમસ્યાઓ તેમજ પત્રકાર સંગઠનને મહત્વ આપી એકતા રાખવા સુચનોની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે નવ નિયુકત થયેલ સંઘના પ્રમુખ પાંડુભાઇ ચૌધરી એ જણાંવ્યુ હતું કે પત્રકારોની કોઇપણ સમસ્યા હોય કે જિલ્લા અન્ય સમાજને લગતા સમસ્યાના પ્રશ્નો હોય તો તે બધા પત્રકારો સંગઠીત થઇ સહકારની ભાવના સાથે એક થઇ કામ કરવું તેમ જણાવ્યુ હતું.જયારે ડાંગ જિલ્લા સક્રિય પત્રકાર સંધ ના પ્રમુખ તરીકે ની પાંડુભાઇ ચૌધરી ની વરણી થતા અભિનંદન ની વર્ષા થઇ હતી
Comments
Post a Comment