ઘર ના વાડા માંથી લાકડા કેમ લીધા એવું કહી એક વૃદ્ધાએ બીજી વૃદ્ધ મહિલાને માથામાં કુહાડી મારી મોતને ઘાટ ઉતારી....
માંગરોળ ના ઘોડબાર ગામની ઘટના....
હુમલાખોર વૃદ્ધ મહિલાની પોલીસે ધરપકડ કરી...
સરદાર ન્યૂઝ:-રિપોર્ટર.માંગરોળ:-દિપક પુરોહીત
સુરતના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામમાં એક વૃદ્ધ મહિલાએ પોતાના ઘરના વાડા માંથી જલાઉ લાકડા લઇ લેવાનો બીજી મહિલા પર આરોપ લગાવી કુહાડી વડે હુમલો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી દેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે...
ઘોડબાર ગામે રહેતી રમીલાબેન ધનાભાઈ ચૌધરી ઉંમર ૬૫ વિધવા તરીકે જીવન ગુજારતી હતી મહિલા ઘરના ઓટલા ઉપર રાત્રે ખાટલામાં સૂતી હતી ત્યારે બાજુમાં રહેતી અન્ય એક વૃદ્ધ મહિલા નામે કાલુબેન રેવજીભાઈ ચૌધરી પોતાના ઘરેથી કુહાડી લઈ ને રમીલાબેન ના ઘરે આવી હતી અને જોર જોર થી ગાળા ગાળી કરી કહેતી હતી કે બીપી મારા ઘરના વાડામાંથી જલાઉ લાકડા લઇ તું કેમ સળગાવે છે તને હું આજે જાનથી મારી નાખીશ એવું કહી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઇ જઇ કાલુબેને રમીલાબેન ના માથામાં કુહાડીનો ઘા કરતા રમીલાબેન નું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર કરૂણ મોત નિપજયું હતું આ સમયે તેમની પુત્રવધુ કાજલબેન વિપુલ ભાઈ ચૌધરી દોડી આવી હતી તેમજ બૂમાબૂમ કરતાં અન્ય ફળિયાના રહીશો પાયલભાઈ રામદાસભાઈ, છનીયાભાઈ દુલીયાભાઈ ચૌધરી, અનિલભાઈ પરસોત્તમભાઈ, ગીરીશભાઈ ચૌધરી વગેરે દોડી આવ્યા હતા આ સમયે હુમલાખોર મહિલા કાલુબેન રેવજીભાઈ ચૌધરી ઓટલા નીચે કુહાડી નાખી તેના ઘરે ભાગી ગઈ હતી આ ઘટનાની જાણ માંગરોળ પોલીસને કરાતા પો.સ.ઇ. પરેશકુમાર નાયી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા મરણ જનાર વૃદ્ધા નો મૃતદેહ કબજે લીધો હતો તેમજ આ ઘટનાના સંદર્ભમાં કાજલબેન વિપુલભાઈ ચૌધરી એ હુમલાખોર મહિલા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી પોલીસે હુમલાખોર મહિલા કાલુબેન ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે....
Comments
Post a Comment