ડાંગની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારશે કેન્દ્રીય મંત્રીશ્રી
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, જિલ્લો ડાંગ’ ડાંગની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારશે કેન્દ્રીય મંત્રીશ્રી ચિરાગ પંચાલ-ડાંગ મંત્રી શ્રી ધવલીદોડ તથા સુબીર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે જિલ્લા વહીવટી તંત્રે કાર્ય આયોજનને આપ્યો આખરી ઓપ ગત તા.૧૫મી નવેમ્બરથી ડાંગ જિલ્લામાં પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશ પધારી રહ્યા છે. વિકસિત ભારતનો સંકલ્પ ગામેગામ પહોંચાડતી યાત્રાની મુલાકાતે પધારી રહેલા મંત્રી શ્રી સોમ પ્રકાશ, આહવા તાલુકાના ધવલીદોડ અને સુબીર તાલુકા મથકે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યોજનાકિય લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ તથા ‘મેરી કહાની, મેરી જુબાની’ ના લાભાર્થીઓ, પ્રદર્શન સ્ટોલ્સ, પશુ કેમ્પ, આરોગ્ય કેમ્પ, IEC એક્ટિવિટી, કાર્યક્રમ સંબંધિત બાબતો વિગેરે અંગે વિસ્તૃત ચર્ચા કરતા કલેક્ટર શ્રી મહેશ પટેલે સૌ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે આયોજન ઘડી કાઢવાનો અન...