ડાંગની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારશે કેન્દ્રીય મંત્રીશ્રી

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, જિલ્લો ડાંગ’ ડાંગની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારશે કેન્દ્રીય મંત્રીશ્રી
ચિરાગ પંચાલ-ડાંગ મંત્રી શ્રી ધવલીદોડ તથા સુબીર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે જિલ્લા વહીવટી તંત્રે કાર્ય આયોજનને આપ્યો આખરી ઓપ ગત તા.૧૫મી નવેમ્બરથી ડાંગ જિલ્લામાં પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશ પધારી રહ્યા છે. વિકસિત ભારતનો સંકલ્પ ગામેગામ પહોંચાડતી યાત્રાની મુલાકાતે પધારી રહેલા મંત્રી શ્રી સોમ પ્રકાશ, આહવા તાલુકાના ધવલીદોડ અને સુબીર તાલુકા મથકે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યોજનાકિય લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ તથા ‘મેરી કહાની, મેરી જુબાની’ ના લાભાર્થીઓ, પ્રદર્શન સ્ટોલ્સ, પશુ કેમ્પ, આરોગ્ય કેમ્પ, IEC એક્ટિવિટી, કાર્યક્રમ સંબંધિત બાબતો વિગેરે અંગે વિસ્તૃત ચર્ચા કરતા કલેક્ટર શ્રી મહેશ પટેલે સૌ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે આયોજન ઘડી કાઢવાનો અનુરોધ કર્યો હતો. દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે ગ્રામજનોની ઉપસ્થિતિ, કાર્યક્રમનું રિપોર્ટિંગ સહિત સ્થાનિક પદાધિકારીઓની ઉપસ્થિતિ જેવા મુદ્દે ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના જિલ્લા કક્ષાના નોડલ ઓફિસર-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલે કાર્યક્રમ સંબંધિત સમિતિઓ, અધિકારીઓની ભૂમિકા સ્પષ્ટ કરતા બેઠકની કાર્યવાહી સંભાળી હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, નાયક વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ અને દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર શ્રી રાજ સુથાર, અધિક નિવાસી કલેકટર-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાર, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ સહિત જિલ્લા/તાલુકાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી, ચર્ચામાં ભાગ લીધો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...