વઘઈ પોલીસ સ્ટાફ દ્વારા કોઈ પણ પોલીસકર્મી ગેરવર્તણૂક કરે તો ફરિયાદ કરો' જાગૃતિ માટે બેનર લગાવાયાં...
વઘઈ પોલીસ સ્ટાફ દ્વારા કોઈ પણ પોલીસકર્મી ગેરવર્તણૂક કરે તો ફરિયાદ કરો' જાગૃતિ માટે બેનર લગાવાયાં
ડાંગ ના વઘઇ પોલીસ મથકનાં પીએસઆઇ પી બી ચૌધરી અને સ્ટાફ દ્વારા વઘઈ પોલીસ મથક વિસ્તાર ના ફોરેસ્ટ ચેક પોસ્ટ ખાતે પ્રજાજનો અને વાહન ચાલકો ને પોલીસ કર્મી દ્વારા ગેર વર્તણૂક કરવામાં આવે તો તે અંગે ફરિયાદ કઈ રીતે કરવી તે બાબતે માહિતી પૂરી પાડતા બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા અને વઘઈ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ વર્તણુક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તેમજ પોલીસની મદદ માટે ૧૦૦/૧૧૨ નંબર અંગે લોકો ને જાણકારી આપવામાં આવી હતી તેમજ કોઈપણ પોલીસ કર્મચારી કે હોમગાર્ડ/જી.આર. ડી. દ્વારા લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવે તો એસીબી હેલ્પલાઇન નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા
Comments
Post a Comment