આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો
ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ ડો. કે સી.પટેલ હાજર રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યકમ યોજવામાં આવે છે જે અંતર્ગત રાજ્યના છેવાડાના 98% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ પ્રેદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રત્નાકરજીએ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના લોકો માટેની વિવિધ યોજનાની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડા ને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું. સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આઝાદીબાદ કોંગ્રેસ સરકારે માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે, આદિવાસી સમાજમાં શિક્ષણ નું સ્તર સુધાર્યું છે વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અને વિદેશ અભ્યાસનું પ્રમાણ વધ્યું છે. વડાપ્રધાને મિલેટ વર્ષની ઉજવણી કરીને ડાંગના આદિવાસી ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવતા પરંપરાગત ધાન રાગી એટલે કે નાગલી ને પણ દુનિયાભરમાં પ્રચલિત કરી તેમના લાભની યોજના બનાવી છે. ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું સાશન છે જે જણાવે છે કે ભાજપ ની રાજનીતિએ મતોની રાજનીતિ નથી.
Comments
Post a Comment