ડેસર તાલુકાના રામપુરી ગામેથી ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વનવિભાગ દ્વારા આઠ ફૂટ લાંબો અજગર પકડાયો
ડેસર તાલુકાના રામપુરી ગામેથી ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વનવિભાગ દ્વારા આઠ ફૂટ લાંબો અજગર પકડાયો
તુષારસિહ ચોહાણ-પંચમહાલ
રવિવારના રોજ ડેસર તાલુકાના રામપુરી ગામની નદીમાં એક માછીમારે મચ્છી પકડવા જાળી ફેલાવી હતી. માછીમારે સવારે જોયું તો એમાં એક આઠ ફૂટ લાંબો અને બાર કિલો વજન ધરાવતો મહાકાય અજગર ફસાઈ ગયો હતો.
તેને ગભરાઈને તેમનાજ ગામના રેસ્ક્યુર અશોકભાઈ અને ગૌતમભાઈને બોલાવ્યા હતા. અશોકભાઈએ ફ્રેંડ્સ ઓફ એનિમલ્સના જિલ્લા પ્રમુખશ્રી પ્રહલાદસિંહ પરમાર અને વનવિભાગમાંથી ફોરેસ્ટરશ્રી પી. વી. પરમાર સર અને દિલીપભાઈ રાઠવા સરને જાણ કરી હતી. અજગર ફસાયેલો હોવાથી અશોકભાઈ, ગૌતમભાઈ, અજીતભાઈ અને પંકજભાઈએ સાવધાની પૂર્વક જાળીને પાણીમાંથી બહાર કાઢી કાપી અને તેમાંથી અજગરનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેની પ્રાથમિક સારવાર કરી માનવવસવાટથી દૂર નિર્જન સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.


Comments
Post a Comment