વઘઇ ખાતે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું કરાયું વિતરણ
વન સમિતિઓ, ઈકો ડેવલપમેન્ટ કમિટિઓ, સ્વ સહાય જુથોનાં આગેવાનો સાથે સંવાદ સાધતા વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા વઘઇ ખાતે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું કરાયું વિતરણ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ વનાચ્છાદિત ડાંગ જિલ્લાની વન સંપદા અને વનોમાં રહેતા ગ્રામજનોની નિખાલસતાને બિરદાવતા વન મંત્રીશ્રીએ, પ્રાકૃતિક ડાંગ જિલ્લાની વિશેષતા જોઇ, જાણી અહીંની ખાસ કરીને વન વિભાગની સ્વરોજગારીની યોજનાઓની સરાહના કરી હતી. સાપુતારાના 'મેઘ મલ્હાર પર્વ'ના ઉદ્દઘાટન માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ, પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ, વઘઇ ખાતે જિલ્લાની વન સમિતિઓ, ઈકો ડેવલપમેન્ટ કમિટિઓ, સ્વ સહાય જુથોના આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. દંડકારણ્યની દેવભુમિમાં ઈકો ટુરીઝમને કારણે ડાંગના ઘણા ખરા લોકોને આર્થિક રોજગારી મળી રહી છે. પ્રવાસીઓને જંગલો, નદીઓ, ઝરણાઓ, વન્ય જીવો, પક્ષીઓ, ધોધ વિગેરેનું આહલાદક દ્રશ્ય નિહાળવાની તક ઉપલબ્ધ થવા સાથે અહીંની સંસ્કૃતી, નૃત્ય, વારલી અને પચવે ...