સુરત-બારડોલી ના નવી કીકવાડ મુકામે દુર્લભ પક્ષી સીન્ગાડીયો ઘુવડ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ
બારડોલી ના નવી કીકવાડ મુકામે દુર્લભ પક્ષી સીન્ગાડીયો ઘુવડ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ
(તજજ્ઞો ના મતે મેલી વિદ્યા ની વિધિમાં ઉપયોગ મા લેવાતુ હોવાની માન્યતા)
બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામેથી ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતું અતિ દુર્લભ પક્ષી શીગાડીઓ ઘુવડ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ હતુ.
નવી કીકવાડ ગામે રહેતા હિરેનભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ બારડોલી ના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ પ્રમુખ જતીન રાઠોડ ને ગતરોજ ફોન કરી એક અજાણ્યું પક્ષી રસ્તા ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં કણશતુ હોવાની ફરિયાદ કરતા સ્વયંસેવક કિરણ નાયકા ને સ્થળ ઉપર જવા કોલ અપાયો હતો. કિરણ નાયકા એ એક પાખ કપાયેલી હાલતમાં પક્ષીને રેસ્ક્યુ કરી તેને બારડોલી મુકામે લવાયું હતું. પ્રથમવાર જોવા મળેલા પક્ષી ને ઓળખાયું ન હતું. સુરતના પક્ષી મિત્રને જાણ કરી પૂછપરછ કરતા આ પક્ષી દુર્લભ પ્રજાતિનું ઇન્ડિયન ઇગલ ઓઉલ જેનું ગુજરાતી નામ સીન્ગાડીયો ઘુવડ જણાવતા એક માન્યતા મુજબ આ પક્ષી ની કિંમત કરોડો ની હોવા સાથે તાંત્રિકો દ્વારા રૂપિયાનો વરસાદ વરસાવવા, સટ્ટા બજાર માટે કરાતી મેલી વિદ્યામાં ઉપયોગમાં લેતા હોવાનું જણાવ્યું હતું. કાલા જાદુ માં વપરાતુ પક્ષી પ્રથમવાર જ સુરત જિલ્લા ના બારડોલીમાં જોવા મળતા ઈજાગ્રસ્ત પક્ષીને બારડોલી વન વિભાગમાં જાણ કરી તેને પશુ ચિકિત્સાલયમાં સારવાર આપી વન વિભાગ દ્વારા જરૂરી પ્રક્રિયા સાથે તેને ગુજરાત સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે મુજબ જાણવા મળ્યું છે. જાદુ ટોનાની ખોટી માન્યતાઓ ધરાવતા દુર્લભ ઘુવડ નું બારડોલી પ્રદેશમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવવાની ઘટના એ ભારે ચર્ચાઓ જગાવી હતી.
Comments
Post a Comment