વેજલપુર ગામે આવેલ ઉકરડા માટે નિમ કરેલ સરકારી જમીન માં કલેકટર ની મંજૂરી વગર ગેરકાયદેસર કબજો કરનાર સામે તંત્ર નું મોન
વેજલપુર ગામે આવેલ ઉકરડા માટે નિમ કરેલ સરકારી જમીન માં કલેકટર ની મંજૂરી વગર ગેરકાયદેસર કબજો કરનાર સામે તંત્ર નું મોન
એક તરફ વેજલપુર ગ્રામ પંચાયત ને સરકારે વર્ષો પહેલા ગામનો કચરો નાખવા માટે સરકારી જમીન ઉકરડા માટે નિમ કરેલ હતી અને હાલ ના યુગમાં લાખો અને કરોડો રૂપિયા ની કીમતી સોનાની લગડી ગણાતી એજ જમીન ઉપર કે કે હાઈસ્કૂલ દ્વારા જીલ્લા કલેકટર ની મંજૂરી કે હુકમ વગર માત્ર ગ્રામ પંચાયત માં ઠરાવ કરાવી કબજો કરી માટી લેવલિંગ કરી ગેરકાયદેસર કબજો કરી બેઠા છે અને આ સરકારી જમીન ગેરકાયદેસર કબજો કરનાર સામે સરકાર ના નવા નિયમો મુજબ લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થાય તેવી ગ્રામજનો ની માંગ હાલ વેજલપુર ગ્રામ પંચાયત પાસે ગામનો કચરો નાખવા માટે કોઈ યોગ્ય જગ્યા ન હોય ત્યારે વેજલપુર ગામે ઉકરડો નાખવા માટે નિમ કરેલ જૂનો સર્વે નં ૬૭૧/૧ અ અને હાલ તેનો નવો સર્વે નં ૧૮ વાળી જમીન માં જીલ્લા કલેકટર ની મંજૂરી વગર કે કે હાઈસ્કૂલ દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેતા મામલો ગરમાયો છે અને તેઓ સામે સરકાર ના નવા નિયમો મુજબ કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે કારણ કે હાલ ના યુગ માં લાખો અને કરોડો રૂપિયાની કિમતી ગણાતી જમીન છે
અને વેજલપુર ગામમાં પબ્લિક પ્લેસ માટે ગામમાં બાગ બગીચો કે રમમત ગમમત માટે કોઈ યોગ્ય જગ્યા ન હોય જેથી વેજલપુર ગ્રામ પંચાયત પાસે થોડા વર્ષો પહેલા મામલતદાર દ્વારા રમમત ગમમત ના ગ્રાઉન્ડ માટે એહવાલ માંગ વામાં આવ્યો હતો ત્યારે તે સમયે એજ જગ્યાનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને એજ જગ્યા ઉપર ભાગ્યોદય યુવા મંડળ ના ગામના જાગ્રુત નાગરિક દ્વારા ગૌ શાળા માટે જગ્યાની માગણી જીલ્લા કલેકટર પાસે કરી હતી જેથી તેઓની માગણી કલેકટર દ્વારા માગણી ને યોગ્ય ગણી હતી ત્યારબાદ જીલ્લા કલેકટર એ આદેશ આપતા તેઓ દ્વારા એ જમીન ની સરકારી ધારા ધોરણ મુજબ રકમની ભરપાઈ કરેલ છે ત્યારે લોક ચર્ચા મુજબ વેજલપુર ગ્રામ પંચાયત ના સત્તા અધિકારી દ્વારા કે કે હાઈસ્કૂલ ને ગેરકાયદેસર ઠરાવ કરી આપતા કે કે હાઈસ્કૂલ દ્વારા જમીન લેવલિંગ કરી માટી કામ કામ કરી કલેકટર શ્રી ની મંજૂરી વગર ગેરકાયદેસર કબજો કરી બેઠા છે જેથી મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ ૧૮૭૯ ની કલમ - ૬૧ મુજબ અથવા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બિન અધિકૃત કબજો કરનાર સામે સરકાર ના નવા નિયમો મુજબ લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરવામાં ગામ જનોની માંગ ઉઠી છે જેથી હવે જોવાનું એ રહયુ કે સરકારી બાબુ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરસે કે પછી દિવા તળે અંધારૂ
Comments
Post a Comment