વઘઇ નગર માં પાંચ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે..

વઘઇ નગર માં પાંચ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

ડાંગ જીલ્લા પ્રવેશ દ્વાર વઘઇ નગર માં ગ્રામ પંચાયત ની બેદરકારી ના કારણે મોટેભાગ ના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો છેલ્લા ત્રણ દિવસથી બંધ રહેતા સાંજ પડતા જ નગર માં અંધારપટ છવાઈ જતા લોકો ને ભારે હાલાકી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે  હાલે વરસાદની સીઝનમાં  ખાસ જરૂરિયાતના સમયે મેઈન રોડ આશાનગર સિંગલ ફળીયા નાકા ફળીયા દરગાહ ફળીયા ભરવાડ ફળીયા સહિત કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા રાત પડતા જ અંધારપટ છવાઈ જતો હોય છે જેના કારણે રાહતદારીયો સહિત  રાત્રિ દરમિયાન રસ્તા પર અવર જવર કરતા લોકો સરી સુપ નો ડર સેવી રહ્યા છે વધુ માં વઘઇ ચાર રસ્તા થી મુખ્ય માર્ગ પર થી પસાર થતા વાહન ચાલકો સ્ટ્રીટ લાઈટ બંધ અને ધોર અંધાર પટ્ટ ને કારણે અકસ્માત નો ડર સેવી રહ્યા છે જ્યારે આ બાબતે સ્થાનિક લોકો એ વારંવાર વહીવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયત ના કરતા હરતા ને અનેક વાર રજૂઆત કરી હોવા છતાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે હાલ ભર ચોમાસે સમયસર મરામત અને પૂરતી તકેદારીના અભાવે સ્ટ્રીટ લાઈટો રાત પડતા ચાલુ ન થતા હાલ લાઈટો શોભા ના ગાંઠીયા સમાન બની ગઈ હોય એવું લોકો પ્રતિત કરી રહ્યા છે વળી ગ્રામ પંચાયત સ્ટ્રીટ લાઈટો પાછળ વરસે દહાડે લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા ગ્રામ પંચાયત ના ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે સ્થાનિક લોકો રોષ ઠાલવી રહ્યા છે હાલ ભર ચોમાસે અંધારપટને પગલે તસ્કરો સહિતના અસામાજિક તત્વને મોકલું મેદાન મળી જતું હોય છે.અને લોકોના જાનમાલની પણ સલામતી જોખમાય તેવી સ્થિતિ હાલ થોડા દિવસ ઉદ્દભવવા પામી છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...