મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાર્પી જિલ્લાના 75 અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવર મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાર્પી જિલ્લાના 75 અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવર મુલાકાત લીધી હતી.
સરદાર ન્યૂઝ:-હાર્દિક પટેલ:-તાપી

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન થકી સમગ્ર દેશમાં જિલ્લાઓ દિઠ ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવરના નિર્માણની પહેલ આઝાદી ના અમૃત મહોત્સવને અનુલક્ષીને આદરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર દેશમાં ૫૦ હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ થા રહ્યું છે. દેશમાં નામના પ્રાપ્ત કરેલ અમૃત સરોવર પ્રોજેક્ટ તાપી જિલ્લામાં પણ પ્રસંશાની પાત્ર છે. સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ડી.આર.પટેલે મુખ્યમંત્રીશ્રીને અમૃત સરોવા અંગે જાણકારી આપી હતી. જે મુજબ તોરંદા અમૃત સરોવરનો વિસ્તાર ૧.૧૭ એકર છે. જેના થકી ૧૫ હેકટર જમીનને પ્રત્યક્ષ રીત સિંચાઇનો લાભ મળશે. આ તળાવ ૨૫૦ મીટર ઉંડાઇ તથા ૭.૧૯ મિલિયન ઘન ફુટ સંગ્ર ક્ષમતા ધરાવે છે. આ ગામના ખેડૂતો ખેતી માટે આ તળાવના પાણી પર નિર્ભર છે. આ તળાવના નિર્માણ થકી આસપાસના કુવા બોરવેલના પાણીના તળમાં વધારો થયો છે તથા લાભાન્વિત ખેડુતોને લીલા શાકભાજી, કઠોળ, અને પશુઓને માટે ઘાસચારો જેવા પાકોના ઉત્પાદનમાં વધારો થયો છે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...