સુરત-બારડોલી તાલુકા ભાજપા ની ટિફિન બેઠકમાં 300 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

સુરત-બારડોલી તાલુકા ભાજપા ની ટિફિન બેઠકમાં 300 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા 
સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી

(અન્ન એક તેનું મન એક----( જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ)
 સુરત જિલ્લા ભાજપ દ્વારા આજરોજ બારડોલી લેઉવા પાટીદાર સમાજ હોલ મુકામે વિશાળ ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું.                                                                          જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ભાજપાના પ્રખર સમર્થક અને પોતાના પુત્ર ના લગ્ન પ્રસંગમાં અમેરિકાથી આવેલા દિપકભાઈ સરદાર, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશભાઈ ગાંધી, વિવિધ તાલુકાઓના સંગઠન પ્રમુખો, તમામ ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ મોરચાઓના અગ્રણીઓ ની વિશાળ હાજરીમાં ટિફિન બેઠક સંપન્ન થઈ હતી.

      અદમ્ય ઉત્સાહ સાથે આયોજિત કરાયેલી બેઠકમાં આશરે 300 થી અધિક કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેતા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ એ તમામની એકતાને બીરદાવતા ભાજપ ની નીતિ અને વિવિધ કાર્યોની સમીક્ષા કરતા ટિફિન બેઠકનું મહત્વ સમજાવતા જેનું અન્ન એક તેનું મન એક મુજબનું જણાવી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ભાજપની સરળ એપ એપ્લિકેશન ની ચર્ચાઓ અને તેનું મહત્વ સમજાવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. અમુક વિસ્તારોમાં બુથ સમિતિની રચના અધુરી હોવાનું જણાવતા તમામ વિસ્તારોમાં રચના પૂરી કરવા જણાવ્યું હતું. વિવિધ મોરચાઓની કામગીરી અને તેઓની જવાબદારી ની સમીક્ષા કરતા તમામ કાર્યકર્તાઓએ એકબીજાના ટિફિન ની વાનગીઓનું આદાન પ્રદાન કરી સાથે ભોજન લીધું હતું. બારડોલીમાં તમામ કાર્યકર્તાઓ સાથે આત્મીયતા ભર્યા સંબંધો જાળવતા યુએસએ ના નિવાસી અને મૂળ ઈસરોલી ગામના રહીશ દીપકભાઈ સરદાર ની ઉપસ્થિતિ સરાહનીય રહી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...