Posts

Showing posts from June, 2022

કાલોલ તાલુકાની ચલાલી પ્રા.શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ તથા શાળા જન્મદિનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો...

Image
કાલોલ તાલુકાની ચલાલી પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ વી પટેલ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં આંગણવાડીના બાળકોને પ્રવેશ,ધો.૧ તથા ધો.૨ થી ૮ માં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો... સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ વાર્ષિક પરીક્ષામાં ધો.૩ થી ૮ માં પ્રથમ ક્રમે આવેલ તથા શાળામાં સૌથી વધુ દિવસ હાજર રહેનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું.શાળા સ્થાપના દિવસ (શાળા જન્મદિવસ) ની ઉજવણી તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા.     ચલાલી પ્રાથમિક શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્ય શ્રી જોયેલભાઈ ખ્રિસ્તી તરફથી ધો.૧ માં પ્રવેશ મેળવેલ ૩૦ બાળકોને સ્કુલબેગ(દફતર) આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ચલાલી પ્રાથમિક શાળામાં દીપપ્રાગટ્ય કરી ,મહેમાનું સ્વાગત કરી કાર્યક્રમ ની શરૂઆત કરાઈ હતી. જેમાં ધોરણ ૧ માં કુલ ૩૦ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય કિરણભાઈ બારીયાની સાથે શાળા સ્ટાફ તથા SMC સભ્યો,વિધાર્થીઓ, નવા પ્રવેશ મેળવેલ બાળકોના વાલીઓ અને ગામનાં નાગરિકો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્...

કાલોલ તાલુકાની ચલાલી ગ્રામ પંચાયતમાં ફરી એક વાર ગ્રામસભાનો ફિયાસ્કો ગ્રામસભામાં ઉચ્ચ કક્ષાના અધિકારીને આવામાં શું વાંધો હોય શકે છે...

Image
  ગ્રામપંચાયતમાં ૧૦/૦૬/૨૦૨૨ને શુક્રવારના રોજ ગ્રામસભામાં યોજાય હતી તેમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આવે તેવી માંગ કરી હતી પણ કોઈ ના આવતાં ગ્રામસભામાં ગ્રામલોકો એ બેસવાની ના પાડી દીધી... સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતમાં  ૨૦/૦૬/૨૦૨૨ ને સોમવાર ના રોજ ગ્રામસભા મળી જેમાં વહીવટી અઘિકારી કે ઉચ્ચ કક્ષાના અધિકારી ના આવતાં ગ્રામ લોકો રોષે ભરાયાં અને દરેક નાગરિકો એ ગ્રામસભામાં બેસવાની ના પાડી દીધી હતી, ચલાલી ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસના કામોની યાદી ગ્રામલોકો દ્રારા માંગવામાં આવી હતી જેમાં ગ્રામલોકો એ આક્ષેપ કર્યો છે કે  ચલાલી ગ્રામ પંચાયતમાં શૌચાલય નું કામ ૧૦૦ ટકા બોલી રહ્યું છે પણ શૌચાલય ક્યાંય જોવા મળતા નથી માત્ર ભ્રષ્ટ્રાચાર જ આચર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને શૌચ ક્રિયા માટે ના છુટકે જાહેરમાર્ગો,તળાવ અને નદી ઉપયોગ કરી રહ્યા છે  ચલાલી ગ્રામ પંચાયતનું જ શૌચાલય નું કામ અધૂરું પડ્યું છે તો વિચારો ગામનું શું કામ કરતા હશે ચલાલી પંચાયતની ઓફિસ ની બહાર એક બોરમોટર છે તે ગણા સમય થી બંધ હાલતમાં...

લગ્નના ત્રીજા દિવસે દુલ્હન દાગીના લઈ ભાગી ગઈ હતી જેને લઈને ગીર સોમનાથના યુવાને કર્યો આપઘાત કેસમાં લૂંટેરી દુલ્હન ગેંગની મહિલા સુરત પોલીસે ઝડપી પાડ્યો...

Image
લૂંટેરી દુલ્હન ગેંગનીહસીના ઉર્ફે માયા અને તેની બહેન મુમતાઝે પોતાની માયાજાળમાં યુવાનને ફસાવી રૂ.1.52 લાખ પડાવી લગ્ન કરાવ્યા હતા જોકે આ કેસમાં મહિલા વોન્ટેડ હતી... અક્ષય વાઢેર-સુરત લૂંટેરી દુલ્હન ગેંગ દ્વારા ગીર સોમનાથના એક યુવાન ફસાવી તેની સાથે લગન કરી લ1.52 લાખ પડાવી લઇ લગન ત્રીજા દિવસે દુલ્હન ભાગી ગઈ હતી જોકે આ ઘટના બાદ યુવાને આપઘાત કરી લીધો હતો આ ઘટના પોલીસે ગુનો દાખલ કરી દુલ્હન વોન્ટેડ જાહેર કરી હતી આ દુલ્હન સુરત પોલીસે ઝડપી પાડી સુરત પોલીસ ગુના ખોરી ડામવા માટે ગુનામાં સંડોવાયેલા હોય તેવા ગુનેગારો પકડી પાડવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે ત્યારે સુરત પોલીસ માહિતી મળી હતી કે ફેબ્રુઆરી 2019 માં ગીર સોમનાથના  એક યુવાને આપઘાત કરી લીધો હતો આ ગુનામાં સંડોવાયેલા એક મહિલા વોન્ટેડ છે તે સુરત માં હોવાની માહિતીના આધારે પોલીસે આ મહિલા હસીના ઉર્ફે માયા સામોજી બાપુજી સિપાઈ અસલમભાઈના મકાનમાં, સિંધીવાડ, સોપારી ગલી, ચોકબજાર, સુરત. મૂળ રહે.ધ્રાંગધ્રા ને ઝડપી લીધી હતી.હસીના ઉર્ફે માયાએ તેની બહેન મુમતાઝ સાથે મળી ફેબ્રુઆરી 2019 માં ગીર સોમનાથના ઉનાના ગરાળના પિતા-પુત્ર ભાણાભાઈ ...

હું ડી સ્ટાફ વાળો છું, તારા પર કેસ થઇ ગયો છે, તારી પાસે કેટલા રૂપિયા છે કહીને રૂપિયા ખંખેરતો નકલી પોલીસને સુરત રાંદેર પોલીસે ઝડપી પાડ્યો...

Image
રત્ન કલાકાર ઉગત ગાર્ડનમાં ફરવા ગયો ત્યારે ઠગે ફોન સાથે phonepe પરથી રોકડા રૂપિયા ટ્રાન્સફર પણ કરાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે... સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર-સુરત સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ના રત્ન કલાકાર સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં ફરવા ગયો હતો ત્યાં આગળ એક વ્યક્તિ તેને પોલીસ બનીને મળ્યો હતો અને યુવકને ધમકાવી તેની પાસેથી મોબાઇલ અને તેના મોબાઇલમાં રહેલા રોકડા રૂપિયા ધમકી આપવામાં આવી હતી જો કે યુવાન કે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.... સુરતમાં છેલ્લા લાંબા સમયથી પોલીસના નામે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ જવા પામી હતી વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી સર્કલ સ્થિત રેડ ટર્નીગ બિલ્ડીંગમાં રહેતો રત્નકલાકાર રાકેશ પરેશ ખોરાશીયા રવિવારે રજા હોવાને લઈને પોતાના મિત્ર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા નજીક બોટનીકલ ગાર્ડનમાં ફરવા ગયો હતો ત્યાં મોડી સાંજે એક યુવક રત્ના કલાકાર  પાસે આવ્યો હતોઅને તું અહીં કેમ બેઠ...

ડાંગ જિલ્લાનાં શામગહાન ગુજરાતી પ્રાથમિક શાળાનાં આચાર્યાની બદલી અંગે ગ્રામજનો લડાયક મૂડમાં...

Image
ડાંગ જિલ્લાનાં શામગહાન ગુજરાતી પ્રાથમિક શાળાનાં આચાર્યાની બદલી અંગે ગ્રામજનો લડાયક મૂડમાં...          સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનની વિવાદિત આચાર્યા રોશની પટેલની બદલી  જો ઉઘડતા સત્ર પહેલા ન કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા તાળાબંધી સહિત ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી...              પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર ચિંચિત બની છે.તો બીજી તરફ રાજ્ય સરકારનાં એચ ટાટ આચાર્યો સરકારનાં નીતિ નિયમોનાં ધજીયા ઉડાવી રહ્યા છે.જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ડાંગ જિલ્લાનાં ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનમાં જોવા મળી રહ્યુ છે. ગુજરાતી પ્રાથમિક શાળા શામગહાનનાં આચાર્યા રોશની પટેલનાં અણઘડ વહીવટનાં પગલે આદિવાસી બાળકોનાં શૈક્ષણિક ભાવિ પર પ્રશ્નાર્થ મુકાયો છે.શામગહાન શાળાનાં આચાર્યા રોશની પટેલ દ્વારા એડમિશન સહીત અન્ય શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોને શાળામાંથી પ્રમાણપત્ર કાઢી ન આપી ...

ડાંગ - યાત્રાધામ અર્ધનારેશ્વર મંદિરના ૧૯ માં સ્થાપના દિવસે ભજન,કીર્તન,યજ્ઞ કરી ઉજવણી કરાય...

Image
ડાંગ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ  અર્ધનારેશ્વર મંદિરના 19માં સ્થાપના દિવસ નિમિત્તે ભજન, કીર્તન ,યજ્ઞ ,પૂજા અર્ચના  કરી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી... સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત હનુમાનજી ના જન્મ સ્થળ પાસે આવે આવેલ અર્ધનારેશ્વર નાગેશ્વર મહાદેવ મંદિર ના સ્થાપનાને 19 વર્ષ થતા ભાવિક ભક્તો અને મંદિર ટ્રસ્ટ દ્વારા હોમ હવન,પૂજા,ભજન કીર્તન સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત મહારાષ્ટ્ર,રાજસ્થાન ,  મધ્યપ્રદેશ,સહિત વિવિધ રાજ્યો માંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.... દંડકારણ્ય વન તરીકે જાણીતા લિંગા, અંજનકુંડ અને અટાળા પર્વત વિસ્તારમાં આવેલ અર્ધનારેશ્વર મંદિરના પૂજ્ય અનેકરૂપી મહારાજને બાલ્ય અવસ્થામાં નાગદેવતા પ્રસન્ન થયા હોય અહીં દિન દુખિયાની અનેક મનોકામના પૂર્ણ થતી હોય વિવિધ રાજ્યોમાં થી લાખ્ખો ભાવિક ભક્તો સ્વયંભૂ ઉમટી પડે છે. 1લી જૂને મંદિરના સ્થાપના ને 18 વર્ષ પૂર્ણ કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે સમગ્ર પરિસર ભક્તિભાવ થી પ્રજવલિત થયું હતું.

ડાંગ - દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના ધર્મ પરિવર્તન થયેલા લોકો આદિવાસી લાભ માટે મુખ્ય મંત્રી ને ગુજરાત ખ્રિસ્તી સમાજે રજૂઆત કર્યા બાદ વિવાદ નો આવ્યો અંત...

Image
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજના ધર્મ પરિવર્તન થયેલા લોકોને આદિવાસી અનામત નો લાભ ન આપવા છેડાયેલા જંગ સામે દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી સમાજના આગેવાનો મુખ્યમંત્રી, સહિત પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ રજુઆત કર્યા બાદ વિવાદ નો અંત આવ્યો છે. સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ મળતી માહિતી મુજબ કેટલાક સમયથી હિન્દુવાદી સંગઠનો દ્વારા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના ધર્મ પરિવર્તન કરેલા લોકોને આદિવાસી અનામતના લાભો ન આપવા પ્રચાર કરતા ડિલિસ્ટિંગ ના કાર્યક્રમોની સભાઓ યોજી ભાગલા પાડવાની કોશિશ બાદ દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી આગેવાનો દ્વારા તા 6 જૂને વિશાળ રેલી યોજવાનું આહવાન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના દરમિયાનગિરી બાદ ખ્રિસ્તી સમાજને ડિલિસ્ટિંગ ને પગલે કોઈપણ પ્રકારનો ભય ન રાખવા તથા આવો કોઈપણ પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડ્યું ન હોય ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે કોઈપણ સમાજને અન્યાય ન થવા દેવાની ખાતરી આપતા દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી સમાજે  આપેલ વિશાળ રેલીની ઘોષણા ને સમેટવાનો નિર્ણય સૌ ખ્રિસ્તી આગેવાનો દ્વારા ...