ડાંગ - યાત્રાધામ અર્ધનારેશ્વર મંદિરના ૧૯ માં સ્થાપના દિવસે ભજન,કીર્તન,યજ્ઞ કરી ઉજવણી કરાય...
ડાંગ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અર્ધનારેશ્વર મંદિરના 19માં સ્થાપના દિવસ નિમિત્તે ભજન, કીર્તન ,યજ્ઞ ,પૂજા અર્ચના કરી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી...
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
ભગવાન શ્રી રામ ના પરમ ભક્ત હનુમાનજી ના જન્મ સ્થળ પાસે આવે આવેલ અર્ધનારેશ્વર નાગેશ્વર મહાદેવ મંદિર ના સ્થાપનાને 19 વર્ષ થતા ભાવિક ભક્તો અને મંદિર ટ્રસ્ટ દ્વારા હોમ હવન,પૂજા,ભજન કીર્તન સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત મહારાષ્ટ્ર,રાજસ્થાન , મધ્યપ્રદેશ,સહિત વિવિધ રાજ્યો માંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા....
દંડકારણ્ય વન તરીકે જાણીતા લિંગા, અંજનકુંડ અને અટાળા પર્વત વિસ્તારમાં આવેલ અર્ધનારેશ્વર મંદિરના પૂજ્ય અનેકરૂપી મહારાજને બાલ્ય અવસ્થામાં નાગદેવતા પ્રસન્ન થયા હોય અહીં દિન દુખિયાની અનેક મનોકામના પૂર્ણ થતી હોય વિવિધ રાજ્યોમાં થી લાખ્ખો ભાવિક ભક્તો સ્વયંભૂ ઉમટી પડે છે.
1લી જૂને મંદિરના સ્થાપના ને 18 વર્ષ પૂર્ણ કરી 19માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે સમગ્ર પરિસર ભક્તિભાવ થી પ્રજવલિત થયું હતું.
Comments
Post a Comment