હું ડી સ્ટાફ વાળો છું, તારા પર કેસ થઇ ગયો છે, તારી પાસે કેટલા રૂપિયા છે કહીને રૂપિયા ખંખેરતો નકલી પોલીસને સુરત રાંદેર પોલીસે ઝડપી પાડ્યો...

રત્ન કલાકાર ઉગત ગાર્ડનમાં ફરવા ગયો ત્યારે ઠગે ફોન સાથે phonepe પરથી રોકડા રૂપિયા ટ્રાન્સફર પણ કરાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે...

સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર-સુરત
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ના રત્ન કલાકાર સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં ફરવા ગયો હતો ત્યાં આગળ એક વ્યક્તિ તેને પોલીસ બનીને મળ્યો હતો અને યુવકને ધમકાવી તેની પાસેથી મોબાઇલ અને તેના મોબાઇલમાં રહેલા રોકડા રૂપિયા ધમકી આપવામાં આવી હતી જો કે યુવાન કે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી પોલીસને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે....
સુરતમાં છેલ્લા લાંબા સમયથી પોલીસના નામે લોકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ જવા પામી હતી વરાછા વિસ્તારમાં આવેલી માતાવાડી સર્કલ સ્થિત રેડ ટર્નીગ બિલ્ડીંગમાં રહેતો રત્નકલાકાર રાકેશ પરેશ ખોરાશીયા રવિવારે રજા હોવાને લઈને પોતાના મિત્ર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા નજીક બોટનીકલ ગાર્ડનમાં ફરવા ગયો હતો ત્યાં મોડી સાંજે એક યુવક રત્ના કલાકાર  પાસે આવ્યો હતોઅને તું અહીં કેમ બેઠો છે ? જેથી રાકેશે તમે કોણ એવું પુછતા યુવાને હું ડી સ્ટાફમાંથી આવું છું એમ કહી મોબાઇલ ફોન લઇ લીધો હતો અને તારા પર કેસ થઇ ગયો છે, તારી પાસે કેટલા રૂપિયા છે એમ કહી ખિસ્સામાંથી રૂ. 700 કાઢી લીધા હતા અને હું કહું પછી ફોન લેવા આવજે, હમણા તું અહીંથી નીકળી જા. ત્યાર બાદ પોલીસની ઓળખ આપનારે ટુક્ડ-ટુક્ડે ફોન પે નંબર પર રૂ. 3500 ટ્રાન્સફર કરાવી લઇ ધક્કે ચઢાવ્યો હતો. જેથી રાકેશે તેના મિત્ર પથુ સાપરાજ મોભને જાણ કરતા તેઓ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ગયા હતા. 
જયાં સંજય નામના કોન્સ્ટેબલ છે કે નહીં તે અંગે તપાસ કરતા ડી સ્ટાફના નામે ઓળખ આપનારનો ભાંડો ફૂટી ગયો હતો. જો કે નકલી પોલીસ ફરિયાદ આવતાની સાથે જ પોલીસ દોડતી થઇ હતી અને નકલી પોલીસને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પકડાયેલા યુવક ગામમાં પોલીસ બનીને અન્ય કોઈ સાથે આ પ્રકારની સગાઈ અથવા તો ચીટીંગ કરી છે કે કેમ તે દિશામાં સુરતની રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...